ખાનગી શાળાના શિક્ષકોએ પણ હવે ઑનલાઇન હાજરી ભરવી પડશે

Published: Dec 09, 2019, 08:40 IST | Gandhinagar

અત્યાર સુધી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની જ ઑનલાઈન હાજરી લેવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી શાળાઓના શિક્ષકોને પણ ઑનલાઈન હાજરી પુરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

શહેરસહિત રાજ્યભરની ખાનગી શાળાના શિક્ષકોને પણ હવે શિક્ષણ વિભાગના રડારમાં લાવવાનો આદેશ કરાયો છે. ખાનગી શાળાઓમાં ભૂતિયા શિક્ષકો અને ગેરરીતિઓની ઊઠેલી ફરિયાદોને પગલે શિક્ષણ વિભાગ અૅકશનમાં આવ્યું છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓને ખાનગી શાળાઓના શિક્ષકોની હાજરી લેવા સૂચના આપી છે.
અત્યાર સુધી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની જ ઑનલાઈન હાજરી લેવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી શાળાઓના શિક્ષકોને પણ ઑનલાઈન હાજરી પુરવાનો આદેશ કરવામાં આવ્યો છે જે માટે રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીઓને હાજરીને લઈને વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. ઑનલાઈન હાજરી પુરવાની વ્યવસ્થા ગોઠવવા માટે શિક્ષણ વિભાગે ૧૦ દિવસનો સમય આપ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK