ઑનલાઇન શિક્ષણ બાબતે હાઈ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે સ્કૂલોની સંપૂર્ણ ફી-માફીનો નિર્ણય વધુપડતો છે. સરકારી સ્કૂલ સંચાલકો સાથે વાટાઘાટો કરી સૌના હિતમાં નિર્ણય લઈ ટ્યુશન-ફી મુદ્દે નવો ઠરાવ પ્રસિદ્ધ કરે. હાઈ કોર્ટે રાજ્ય સરકારને ફી મુદ્દે નવો પરિપત્ર બહાર પાડવા આદેશ કર્યો છે સાથે જ કહ્યું છે કે સંચાલકો અને વાલીઓનું હિત જળવાઈ રહે એ મુજબનો પરિપત્ર રાખવા સરકારને ટકોર કરી છે. સંચાલકો ફી વિશે સરળ હપતાની વ્યવસ્થા કરે અને ટ્યુશન-ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઈ શકે એવો પણ હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો છે. હવે વાલીઓ અને સંચાલકોને સરકાર સાંભળીને આગામી દિવસોમાં કોર્ટમાં નવો પરિપત્ર સરકાર રજૂ કરશે.
વાલી મંડળ તરફથી આ પિટિશન હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. વાલી મંડળના વકીલ વિશાલ દવેએ હાઈ કોર્ટના નિર્ણયને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ગણાવ્યો હતો. ઑનલાઇન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઈ કોર્ટમાં રજૂઆત હતી કે કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને સરકાર અનુસરશે. વાસ્તવિક રીતે શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ શાળાઓ ફી લઈ શકશે નહીં. પ્રાઇમરીમાં નાનાં બાળકો માટે રિસેસ સાથેનાં બે સેશન રાખવા તાકીદ કરાઈ છે. પ્રી-પ્રાઇમરીમાં ઑનલાઇન શિક્ષણને લઈને વાલીઓને હાજરી આપવા સાથે ૩૦ મિનિટ ઑનલાઇન શિક્ષણ આપી શકાશે. માધ્યમિક માટે રિસેસ સાથેનાં ચાર સેશન રાખવા તાકીદ કરાઈ છે. શાળાઓએ પ્રી-રેકૉર્ડેડ મટીરિયલ મોકલવાનું રહેશે. ૩૦થી ૬૦ મિનિટ બાદ રિસેસ રાખવી ફરજિયાત રહેશે.
૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપને બે દાયકા વીત્યા: વિનાશ પછીનું સર્જન એ કચ્છીઓની ખાસિયત અને ખુમારી છે
26th January, 2021 12:45 ISTગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોને લઈને વિવાદ
24th January, 2021 13:07 ISTગુજરાત વિધાનસભાના સસ્પેન્ડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું અવસાન
22nd January, 2021 13:06 ISTIIM Ahmedabadની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો મોબાઈલ
21st January, 2021 14:45 IST