બ્રિટનમાં પણ હવે ગુજરાતી ગૃહ મંત્રી ! જાણો પ્રીતિ પટેલનું ગુજરાત કનેક્શન

Published: Jul 25, 2019, 12:15 IST | લંડન

થેરેસા મે ના રાજીનામા બાદ બ્રિટનમાં સરકાર બદલાઈ છે. થેરેસા સરકારની નિંદા કરનાર અને બ્રેક્ઝિટના સમર્થક એવા પ્રીતિ પટેલને બોરિસ જોનસ સરકારમાં ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે.

થેરેસા મે ના રાજીનામા બાદ બ્રિટનમાં સરકાર બદલાઈ છે. થેરેસા સરકારની નિંદા કરનાર અને બ્રેક્ઝિટના સમર્થક એવા પ્રીતિ પટેલને બોરિસ જોનસ સરકારમાં ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. બોરિસ જોનસનની ટીમમાં ભાગ બનનારા પ્રીતિ પટેલ પહેલા ભારતીય મૂળના નેતા છે. રસપ્રદ વાત એ છે કે પ્રીતિ પટેલ મૂળ ગુજરાતી છે.

પ્રીતિ પટેલ 2010માં પહેલીવાર સાંસદ બન્યા હતા. તે સમયે પ્રીતિ પટેલ એસેક્સમાં વિથેમથી કન્ઝરવેટિવ પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. અને ડેવિડ કેમરૂનની સરકારમાં તેમને 2014માં ટ્રેઝરી મિનિસ્ટર અને 2015માં એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટરની જવાબદારી સોંપી હતી.. 2016માં થેરેસા મેએ તેમનું પ્રમોશન કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં વિદેશ મંત્રીની જવાબદારી સોંપાઈ હતી. જો કે 2017માં પ્રીતિ પટેલનું રાજીનામું લઈ લેવાયું હતું.

preeti patel

મૂળ ગુજરાતના છે પ્રીતિ પટેલ

તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રીતિ પટેલના માતા પિતા મૂળ ગુજરાતના છે. જેઓ પહેલા યુગાન્ડા સ્થાયી હતા. જો કે પાછળથી 1960માં પ્રીતિ પટેલના માતા પિતા અંજના પટેલ અને સુશીલ પટેલ ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. ઈંગ્લેન્ડમાં સુશીલ પટેલ હર્ટફોર્ડશાયરમાં સ્થાયી થયા. અને લંડનમાં NEWSAGENTS નામની સમાચાર એજન્સી શરૂ કરી. પ્રીતિ પટેલનો જન્મ પણ લંડનમાં જ થયો છે. પ્રીતિએ વેસ્ટફીલ્ડ ટેક કોલેજ, કાઈલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એસેક્સમાંથી ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી છે.

 આ પણ વાંચોઃ Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

પ્રીતિ પટેલને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા સમર્થક માનવામાં આવે છે. તેઓ પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. ગૃહમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ પ્રીતિ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું,'બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસને ગૃહમંત્રી બનાવતા ખૂબ જ સન્માનિત મહેસૂસ થાય છે. હવે બ્રિટનના ગૃહ વિભાગ કાર્યાલય સાથે કામ કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જેથી નેશનલ સિક્યોરિટી, પબ્લિક સેફ્ટી અને સરહદોને સુરક્ષિત કરવા મામલે દેશને યુરોપિયી સંઘથી અલગ કરવા માટે તૈયાર થઈ શકું.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK