અમે‌રિકન સિટિઝનશિપ ધરાવતા કચ્છી પતિએ પત્ની સાથે ઘરેલુ ‌હિંસા કરી હોવાનો આરોપ

Published: Nov 04, 2019, 15:46 IST | પ્રીતિ ખુમાણ ઠાકુર | મુંબઈ

મીરા રોડમાં રહેતી અને ભોજપુરી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરતી નેહા બંસલે ગામદેવીમાં રહેતા અને હાલમાં અમેરિકાના ડેન્વરમાં રહેનાર ૩૪ વર્ષના વિજય ઠક્કરની સાથે લગ્ન કર્યાં હતાં.

મીરા રોડની ભોજપુરી અ‌‌ભિનેત્રીએ કચ્છી વ્ય‌ક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.
મીરા રોડની ભોજપુરી અ‌‌ભિનેત્રીએ કચ્છી વ્ય‌ક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.

મીરા રોડમાં રહેતી અને ભોજપુરી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરતી નેહા બંસલે ગામદેવીમાં રહેતા અને હાલમાં અમેરિકાના ડેન્વરમાં રહેનાર ૩૪ વર્ષના વિજય ઠક્કરની સાથે લગ્ન કર્યાં હતાં. આ બન્નેની એક મેરેજ વેબસાઇટ પરથી ૧૦ જાન્યુઆરીએ ઓળખાઈ થઈ અને ૨૯ માર્ચના રજિર્સ્ટડ મેરેજ ર્ક્યાં હતાં. જોકે મેરેજ કર્યા બાદ પતિ અને સાસરિયાંઓ ત્રાસ આપતાં હોવાની ફ‌રિયાદ નેહા દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. ફ‌રિયાદના આધારે મીરા રોડ પોલીસે અમેરિકન સિટિઝનશિપ ધરાવતા પતિ વિજય ઠક્કર, સાસુ-સસરા, થાણેમાં રહેતી નંણદ પ્રીતિ ગાલા, તેનો પ‌તિ જિતેન્દ્ર ગાલા સ‌હિત બે ભાણેજ એમ કુલ સાત લોકો સામે ફ‌રિયાદ નોંધી છે. ફરિયાદ દાખલ થતાં ‌‌‌વિજયે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે અ‌‌ભિનેત્રી પત્નીએ કચ્છી પ‌તિના પ‌રિવારના સાત લોકો સામે ફ‌રિયાદ કરતાં આ કેસ ચર્ચામાં આવી ગયો છે. જ્યારે કે આ અ‌‌ભિનેત્રી મુંબઈમાં ફક્ત ૧૦૦ રૂ‌પિયા સાથે આવી હતી અને તેણે ભારે મહેનતે ‌ફિલ્મજગતમાં નામ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.

આખો કેસ શું છે?

નેહા બંસલે પોલીસમાં કરેલી ફ‌રિયાદમાં જણાવ્યું હતું કે ‘મેરેજ વેબસાઇટ પરથી ઓળખાણ બાદ લગ્ન નક્કી કર્યાં હતાં. વિજય માટે મેં મીરા રોડમાં મારી મા‌લિકીનો એક ફ્લૅટ ઓછા ભાવમાં એટલે કે ફક્ત ૭૦ લાખ રૂ‌પિયામાં વેંચી નાખ્યો હતો. ફ્લૅટની રકમમાંથી બાનાના ૩૦ લાખ રૂ‌પિયા મળ્યા હતા અને એમાંથી મેં મેરેજનો બધો ખર્ચ કર્યો હતો. લગ્ન મલાડની એક હોટેલમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યાં હતાં. સાસુ-સસરા અને સાસરિયાંઓના બધા મારા ઘરે આવ્યા હતા. જોકે પત‌‌િએ અમુક ‌દિવસ પછી તેના પર રહેલું લેણું ઉતારવા માટે ફ્લૅટની બાકીની ૪૦ લાખ રૂ‌પિયાની રકમ સ‌હિત મારા નામે ઊતરાવેલા ઇન્શ્યૉરન્સમાં નોમિનીમાં નામ દાખલ કરવા બોલાચાલી થવા લાગી હતી. બોલાચાલી સાથે ‌વિજય મારપીટ પણ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, પણ સાસરિયાંઓ પણ શારી‌રિક અને માન‌સિક ત્રાસ આપતાં હતાં. ‌વિજયે પાસપોર્ટ ‌રિન્યુ કરવાના નામે અમે‌રિકા જઈ રહ્યો હોવાની વાત કરી હતી તેમ જ મારા ‌વિઝા પણ તે અમે‌રિકાથી મોકલી આપશે એવું કહ્યું હતું. ૨૨ સપ્ટેમ્બરે ‌વિજય ઇન્ડિયા આવ્યો અને એ બાદ ફ્લૅટની બાકીની રકમ પરથી ફરી જોરદાર ઝઘડો થયો હતો.

જ્યારે કે ‌વિજય ઠક્કરના પ‌રિવારજનોનું જણાવવું છે કે સંબંધીઓ હોવાથી અમે લોકો ‌વિજય અને તેનાં મમ્મી-પપ્પાને ફક્ત મળવા જતા હતા. તેમના ઝઘડામાં અમારું કંઈ લેવા-દેવા નથી. બીજી બાજુ નેહા બંસલે આરોપ મૂક્યો છે કે ઇન્શ્યૉરન્સમાં નો‌મિનીમાં નામ ‌વિશે પ્રેશર અને ઇન્કમ લેવા પર દબાણથી લઈને મારપીટ વગેરે ‌વિશે તેણે ફ‌રિયાદ કરી છે.

મીરા રોડ પોલીસે નેહા બંસલની ફરિયાદના આધારે પતિ, તેનાં મમ્મી-પપ્પા સ‌હિત કુલ સાત લોકો ‌વિરુદ્વ આઇપીસીની કલમ ૪૯૮એ, ૪૦૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ સાથે ૩૪ હેઠળ ગુનો નોધ્યો છે તેમ જ થાણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હોવાથી તેની વધુ સુનાવણી સાત નવેમ્બરે થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK