જ્યાં તેમના પર કૉરોનરી સ્ટિન્ટિંગ નામની ઇમર્જન્સી હાર્ટસર્જરી કરવામાં આવી હતી. આ હાર્ટસર્જરી પછી ગઈ કાલે સવારે પ્રિન્સ ફિલિપની તબિયત ઘણી સુધરી ગઈ હતી અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ગઈ કાલે સવારે પ્રિન્સ ફિલિપની તબિયતની તપાસ કરવા તેમનાં પત્ની બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ સહિત પ્રિન્સ ચાલ્ર્સ અને તેમનાં પત્ની કેમિલા તથા પ્રિન્સેસ ઍન અને તેના પતિ ટીમ લૉરેન્સે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
પ્રિન્સ ફિલિપની તબિયત સુધારા પર છે, એમ છતાં તેમને ક્યારે ડિસ્ચાર્જ આપવામાં આવશે એ હજી જાહેર નથી કરવામાં આવ્યું.