વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં BRICS સંમેલનમાં ભાગ લીધા બાદ ભારત પરત ફર્યા છે. આ શિખર સમ્મેલન બાદ બ્રિક્સના સદસ્ય દેશોએ વેપાર, નવીનતા, ટેકનોલોજી તથા સંસ્કૃતિના ક્ષેત્રમાં સંબોઘોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. પાંચ સૌથી ઉભરતી અર્થવ્યવસ્થાઓ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે PM મોદી બુધવારે બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયા પહોંચ્યા હતા.
The BRICS Summit in Brazil has been a very productive one. We had fruitful dialogues on cementing ties in trade, innovation, technology and culture.
— Narendra Modi (@narendramodi) November 14, 2019
The focus on futuristic subjects will surely lead to deeper cooperation that will benefit the people of our respective nations. pic.twitter.com/nyLXRCX7J3
PM મોદીએ ટ્વિટ કરીને આવું કહ્યું
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલન સાર્થક રહ્યું છે. અમે વ્યાપાર, નવીનતા, ટેકનોલોજી અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા વિશે વાતચીત કરી હતી. આ સાથે ભાવિ વિષયો પર ધ્યાન આપવાથી ચોક્કસ સહયોગ અને ખાસ અસર થશે તે પણ નક્કી છે. આપણને અને સંબંધિત દેશોને તેનો લાભ મળશે.
આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ
મોદીએ છટ્ઠી વાર સંમેલનમાં લીધો ભાગ
વડાપ્રધાન મોદીએ 6ઠ્ઠી વખત બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો છે. તેઓએ વર્ષ 2014માં ફોર્ટાલેજામાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો. આ શહેર પણ બ્રાઝિલમાં જ છે.
ગ્રેટા થનબર્ગ ટાઇમ મૅગેઝિન દ્વારા પર્સન ઑફ ધ યર તરીકે પસંદ કરાઈ
Dec 13, 2019, 15:01 ISTન્યુજર્સીમાં ગોળીબાર, 2 હુમલાખોર સહિત 6 નિર્દોષના થયા મોત
Dec 11, 2019, 12:32 IST૩૪ વર્ષનાં સના મરીન બન્યાં ફિનલૅન્ડનાં વડાં પ્રધાન
Dec 10, 2019, 09:15 ISTબગદાદમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : 15 લોકોનાં મૃત્યુ
Dec 08, 2019, 11:23 IST