દિલ્હીમાં આજે કૉન્ગ્રેસનું શક્તિ-પ્રદર્શન

Published: 3rd November, 2012 21:30 IST

સોનિયા ગાંધી, વડા પ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધી હશે સ્ટાર સ્પીકરદિલ્હીમાં આજે કૉન્ગ્રેસની જંગી રેલી યોજાશે જેમાં પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધી, વડા પ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ તથા કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાનો હાજર રહેશે. ૯ નવેમ્બરથી હરિયાણાના સૂરજકુંડમાં કૉન્ગ્રેસની એક દિવસની ચિંતન શિબિર યોજાવાની છે ત્યારે રામલીલા મેદાન પર યોજાનારી આજની રૅલીમાં આ શિબિરનો એજન્ડા નક્કી થશે એવું મનાઈ રહ્યું છે.

કોલસાકૌભાંડથી લઈને જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલા લેટેસ્ટ આક્ષેપોને લઈને કૉન્ગ્રેસ ચારે તરફથી ઘેરાયેલી છે ત્યારે આ રૅલીમાં પાર્ટીના નેતાઓ કેવું વલણ અપનાવે છે એના પર બધાની નજર રહેશે. રૅલીમાં દેશભરમાંથી કૉન્ગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર રહેશે. કૉન્ગ્રેસે માત્ર રાજ્ય અને જિલ્લા કક્ષાના જ નહીં, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાના કાર્યકરો અને નેતાઓને પણ આજની રૅલીમાં હાજર રહેવાનું ફરમાન આપ્યું હતું. આ ઉપરાંત રૅલીમાં પાર્ટીના ધારાસભ્યો, સંસદસભ્યો અને પ્રધાનો પણ હાજર રહેશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પણ રૅલી મહત્વની માનવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK