વડાપ્રધાન મોદી કરતારપુર કોરિડોરનું 8 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરશે

Published: Oct 12, 2019, 19:00 IST | New Delhi

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતારપુર કોરિડોરનું 8 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરશે. ગુરુ નાનક દેવજીના આશીર્વાદ થકી શીખ પંથને શ્રી કરતારપુર સાહિબના ખુલા દર્શન દિદાર થશે. કરતારપુર કોરિડોરનું કામ મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે.

કરતારપુર કોરીડોર (PC : Twitter)
કરતારપુર કોરીડોર (PC : Twitter)

New Delhi : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતારપુર કોરિડોરનું 8 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરશે. ગુરુ નાનક દેવજીના આશીર્વાદ થકી શીખ પંથને શ્રી કરતારપુર સાહિબના ખુલા દર્શન દિદાર થશે. કરતારપુર કોરિડોરનું કામ મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે શનિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.


પંજાબ સરકારની જિદ્દ મારી સમજથી બહાર : SPGC
બીજી તરફ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસપીજીસી) અને પંજાબ સરકાર વચ્ચે ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વના કાર્યક્રમને લઇને સહમતિ બનતી દેખાતી નથી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, એસપીજીસીના મંચ પરથી શિરોમણી અકાલી દળની રાજનીતિ પ્રભાવી હોવાની આશંકા જણાવી રહ્યા છે જ્યારે એસપીજીસી આ બાબતનો ઇનકાર કરે છે. શનિવારે કમિટીના પ્રધાન ગોવિંદસિંહ લૌંગોવાલે કહ્યું કે હજુ પણ તેઓ કેપ્ટનથી વાત કરવા માટે તૈયાર છે અને ભરોસો જતાવે છે કે સંપૂર્ણ રીતે આ ધાર્મિક કાર્યક્રમ રહેશે. કોઇ પણ પ્રકારના રાજકારણની અનુમતિ આપવામાં નહીં આવે.

આ પણ જુઓ : જન્મ દિવસે આવો છે પીએમ મોદીનો અંદાજ, જુઓ ફોટોઝ

કરતારપુર કોરિડોરનું મહત્વ
ભારત-પાકિસ્તાન બોર્ડર પર કરતારપુર માર્ગ પંજાબમાં ગુરદાસપુરથી ત્રણ કિલોમીટરની દૂર છે. આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક મંદિરથી જોડશે. તેમાં ભારતીય શીખ તીર્થયાત્રિઓને વિઝા મુક્ત આવનજાવનની સુવિધા મળશે. 1539માં આ જગ્યાએ ગુરુ નાનક દેવે શરીર છોડ્યું હતું. સૂત્રોએ કહ્યું છે કે કરતારપુર કોરિડોર પર કામ 31 ઓક્ટોબર સુધી પૂર્ણ થવાની આશા છે જે ગુરુનાનક દેવની 550મી જયંતીથી પહેલા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK