આજે વડા પ્રધાન પુણે, હૈદરાબાદ અને અમદાવાદની મુલાકાતે

Published: 28th November, 2020 07:49 IST | Agency | Pune

કોરોના રોગચાળાના પ્રતિકાર માટેની રસી માટેની સંશોધન પ્રક્રિયામાં પ્રગતિની જાણકારી મેળવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશનાં ત્રણ શહેરોની મુલાકાતે જશે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

કોરોના રોગચાળાના પ્રતિકાર માટેની રસી માટેની સંશોધન પ્રક્રિયામાં પ્રગતિની જાણકારી મેળવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશનાં ત્રણ શહેરોની મુલાકાતે જશે. વડા પ્રધાનના કાર્યાલયે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વ્યક્તિગતરૂપે ત્રણ શહેરોની મુલાકાત લઈને કોરોના વૅક્સિન માટેના સંશોધનમાં અને ઉત્પાદન સંબંધી પ્રક્રિયામાં પ્રગતિની જાણકારી મેળવશે અને સમીક્ષા કરશે. તેઓ અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટ‌િટ્યૂટ ઑફ ઇન્ડિયાની મુલાકાતે જશે. કોરોના રોગચાળા સામેની લડતના અંતિમ તબક્કામાં તેઓ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરીને નાગરિકોના વૅક્સિનેશન માટેની તૈયારીઓ, પડકારો અને ભાવિ કાર્યયોજના બાબતે માહિતી મેળવશે.  પૂર્વનિર્ધારિત અનુસાર વડા પ્રધાન અમદાવાદથી ૨૦ કિલોમીટર દૂર ચાંગોદર ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝાયડસ કેડિલાના પ્લાન્ટમાં સવારે ૯.૩૦ વાગ્યે પહોંચશે. ઝાયડસ કેડિલા કંપનીએ જાહેરાત કરી હતી કે તેમની વૅક્સિન કૅન્ડિડેટ ZyCoV-D ની ક્લિનિકલ ટ્રાયલનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને બીજો તબક્કો ઑગસ્ટ મહિનામાં શરૂ કરવામાં આવ્યો છે. ઍસ્ટ્રોઝેનેકા ફાર્મસી અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનરૂપ અપેક્ષિત વૅક્સિનના ઉત્પાદનની જવાબદારી સોંપાયેલી સીરમ ઇન્સ્ટ‌િટ્યૂટ ઑફ ઇન્ડિયાની મુલાકાત માટે બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે વડા પ્રધાન પુણે પહોંચશે. બપોર પછી વડા પ્રધાન હૈદરાબાદ જશે. ત્યાં તેઓ હકીમપેટ ઍરફોર્સ સ્ટેશન ખાતે ઊતર્યા પછી ૫૦ કિલોમીટર દૂર જેનોમ વૅલી વિસ્તારસ્થિત ભારત બાયોટેકના પ્લાન્ટમાં પહોંચશે. ભારત બાયોટેકની Covaxinની ત્રીજા તબક્કાની ટ્રાયલ્સ ચાલે છે. નરેન્દ્ર મોદી ત્યાં એક કલાકની મુલાકાત પછી મોડી સાંજે દિલ્હી પાછા જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK