નાગરિકતા કાયદા પરના વલણમાં તસુભારનોય ફરક નહીં : પીએમ

Published: Feb 17, 2020, 12:04 IST | Varanasi

વડા પ્રધાન મોદી વારાણસીમાં, યુપીને કરોડો રૂપિયાની યોજનાઓની ભેટ: શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને ટ્રાન્સફર કરાશે ૬૭ એકર જમીન, વડા પ્રધાને સિદ્ધાર્થ સિખવાણી ગ્રંથનું વિમોચન કર્યું, નાગરિકતા કાયદા પર અમારું સ્ટૅન્ડ જે હતું એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહી

જંગમવાડી મઠમાં પૂજા કર્યા બાદ પૂજારીઓના આશીર્વાદ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
જંગમવાડી મઠમાં પૂજા કર્યા બાદ પૂજારીઓના આશીર્વાદ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન મોદી આજે પોતાના સંસદીય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. બીએચયુના ૪૩૦ બેડની સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ અને ૭૪ બેડની સાઇકિએટ્રી હૉસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પંડિત દીનદયાળ સ્મૃતિ ઉપવનમાં ૬૩ ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમના હાથે કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે બીએચયુમાં આજે જે સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલનું લોકાર્પણ થયું છે, તેનો શિલાન્યાસ ૨૦૧૬ના અંતમાં તેઓએ કર્યો હતો. આ હૉસ્પિટલ પૂર્વાચલના લોકોની સેવા માટે તૈયાર થઈ છે.

પીએમએ કહ્યું કે અયોધ્યામાં રામમંદિર સાથે જોડાયેલો એક મોટો નિર્ણય સરકારે કર્યો છે. તેઓએ કહ્યું કે અયોધ્યા કાયદાને આધારે ૬૭ એકર જમીન અધિગૃહિત કરવામાં આવી હતી. એ આખી જમીન નવગઠિત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ટ્રાન્સફર કરાશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં બનેલા સામાનને સન્માન આપવું એ આપણું લક્ષ્ય છે. તેઓએ લાલ કિલ્લા પરથી કહ્યું કે સ્વદેશી ખરીદીશું અને સાથે આસપાસના લોકોને પણ આ વાત માટે પ્રેરિત કરીશું. પીએમએ કહ્યું કે ભારતમાં વૈશ્વિક સ્તરે ઉત્પાદન વધી રહ્યું છે. આ સમયે આપણે ઇમ્પોર્ટેડ જ શ્રેષ્ઠ છે આ વિચારને બદલવાનો છે.

varanasi

વારાણસીમાં મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની વિશાળ મૂર્તિનું અનાવરણ કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ જંગમવાડી મઠમાં સંતોને સંબોધિત કરતાં કહ્યું કે સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળમાં તમારા બધા સાથે આવવું મારું સૌભાગ્ય છે. બાબા વિશ્વનાથના સાન્નિધ્યમાં, મા ગંગાના આંચલમાં, સંતવાણીનો સાક્ષી બનવાનો અવસર ઓછો મળે છે. પીએમએ કહ્યું કે તુલસીદાસજી કહેતા કે સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોઉ. આ ભૂમિની આ જ વિશેષતા છે. એવામાં વીરશૈવ જેવી સંત પરંપરાને યુવા પેઢી સુધી પહોંચાડસી રહી. જગદ્ગુરુ વિશ્વરાધ્ય ગુરુકુળના શતાબ્દિ વર્ષનું સમાપન એક ગૌરવશાળી ક્ષણ છે. તેઓએ કહ્યું કે રાષ્ટ્ર સત્તાથી નહીં, સંસ્કૃતિ અને સંસ્કારોથી સૃજિત છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં રાષ્ટ્રનો એ મતલબ ક્યારેય નથી રહ્યો કે કોણે ક્યાં જીત મળેવી છે. અહીં રહેનારાનું સામર્થ્ય બન્યું છે. મુક્તિનો માર્ગ દેખાડનારા આ દર્શનને ભાવિ પેઢી સુધી પહોંચવાનું છે. એક ઍપની મદદથી આ પવિત્ર જ્ઞાનગ્રંથનું ડિજિટલીકરણ યુવા પેઢીના જોડાવને બળ આપશે અને પ્રેરણા બનશે. નાગરિકતા કાયદા પર અમારું સ્ટેન્ડ જે હતું તે જ રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહી.

પીએમ મોદી શ્રીજગદગુરુ વિશ્વારાધ્યા ગુરુકુળ શતમાનોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા. પીએમ મોદીએ અહીં પુસ્તક સિદ્ધાર્થ શીખવાણી ગ્રંથનું વિમોચન કર્યું. પીએમએ સિદ્ધાર્થ શીખવાણી ગ્રંથનું ૧૯ ભાષાઓમાં રૂપાંતરણનું વિમોચન કર્યું અને સાથે જ ‍ઍપ લોન્ચ કરી.

પીએમ મોદીની મુલાકાતમાં યુપીના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ અને કર્ણાટકના ચીફ મિનિસ્ટર બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા હતા. વડા પ્રધાને જંગમવાડી મઠમાં પૂજા-અર્ચના કરી.

કાશીમાં પીએમ મોદીને કાળું જૅકેટ દર્શાવી વિરોધ, એસપીના કાર્યકરની અટક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્રે વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમની સુરક્ષામાં ભારે છીંડા હોવાનું સામે આવ્યું છે. પીએમ મોદી જંગમવાડી મઠથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં રવિદાસ ગેટ પાસે સમાજવાદી પાર્ટીના એક કાર્યકરે તેમની કાર સામે કાળું જૅકેટ દર્શાવવા પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. આરોપીની ઓળખ અજય યાદવ તરીકે થઈ છે જે સપાના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સતીશ ફૌજીનો પુત્ર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK