વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બન્ને ગૃહોના સભ્યો સમક્ષ રાષ્ટ્રપતિના મંગલ પ્રવચન બદલ આભારની દરખાસ્તનો ઉત્તર આપતાં રાષ્ટ્રપતિની પ્રશંસા અને વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા હતા એટલું જ નહીં કેટલાંક આંદોલનજીવીઓ ખેડૂતોને અવળેમાર્ગે દોરી રહ્યાં છે.. ગઈકાલે લોકસભામાં ખેતી વિષયક નવા કાયદા સામે સડકથી સંસદ સુધી સંઘર્ષના માહોલ વચ્ચે વડા પ્રધાને વિરોધ પક્ષો ‘સરકારને કામ નહીં કરવા દેવા’ના એકજ મંત્રનો જાપ કરતાં એ એજન્ડા પર સતત કાર્યરત રહેતા હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું મંગલ પ્રવચન દેશવાસીઓની સંકલ્પ શક્તિનો પરિચય આપે છે. દરમ્યાન કૉન્ગ્રેસે કૃષિ કાયદા મામલે પોતાનો વિરોધ વ્યકત કરતા સંસદમાંથી વૉકઆઉટ કર્યુ હતું.
શું શું કહ્યું વડા પ્રધાને ?
વિરોધ પક્ષો દેશની પ્રગતિના ચક્કા જામ કરીને જૂની કહેવત ‘ખેલ ન ખેલે દેઇબ,ખેલિયે બિગાડબ’ને અનુસરે છે. કૃષિઅને ખેડૂત બન્નેમાં પરિવર્તન જરૂરી છે.વિકાસ માટે સુધારો જરૂરી છે ને ખેડૂતોને નવી ટેકનીક જોઈએ. ઉત્પાદનની સારી કિંમત જોઈએ. આ બધા માટે કાયદામાં ફેરફાર જોઈએ. એક પણ મંડી બંધ નથી થઈ.કેટલાંક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.જેમણે ખેડૂતોના પવિત્ર આંદોલનને અપવિત્ર કર્યા છે.
કૃષિ ક્ષેત્રમાં જેટલું મૂડી રોકાણ વધશે, એટલા રોજગારના અવસરો વધશે. આપણે કોરોના કાળમાં કિસાન રેલનો ઉપયોગ કર્યો છે. એ ટ્રેન હરતું ફરતું કોલ્ડ સ્ટોરેજ છે. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે ‘સ્વતંત્રતાની પ્રાપ્તિ પછી પણ પરતંત્રતાની દુર્ગંધ આવતી રહે તો સ્વતંત્રતાની સુગંધ ફેલાતી નથી. આપણા નાના ખેડૂતોને નવા અધિકારો પ્રાપ્ત નહીં થાય ત્યારસુધી પૂર્ણ આઝાદીની તેમની વાત અધુરી રહેશે.
ખેતીને આધુનિક બનાવવા અને બજારની માગ અનુસાર ખેતીના ઉત્પાદનો થાય એ જરૂરી છે. ખેડૂત વર્ગ ગરીબીના દુષ્ચક્રમાં ફસાયેલો ન રહે એ માટે નાના ખેડૂતોને અધિકારો મળે એ આવશ્યક છે.
કૃષિ વિષયક નવા કાયદા જનકલ્યાણના હેતુસર બનાવાયા છે. તેથી તેના પર રાજકારણ ખેલવું ન જોઇએ. ૨૧મી સદીમાં ૧૮મી સદીના વિચારો ન ચાલે. સરકારે બીજથી બજાર સુધીની વ્યવસ્થા બદલી છે. ખેડૂતોએ લાંબી યાત્રા માટે તૈયાર થવું પડશે.
અમે માગ્યું ન હોય તો તમે શા માટે આપો છો? એવો નવો તર્ક જાણીને મને આશ્ચર્ય થાય છે. દહેજ હોય કે તીન તલાક, એ કોઈપણ વિષય પર કાયદાની માગણી કરવામાં આવી નહોતી. પ્રગતિશીલ સમાજની આવશ્યકતા રૂપે એ કાયદા ઘડાયા છે.
કૃષિ કાયદાઓ ફરજીયાત નથી જો તમને પસંદ નથી તો તમારી પાસે અન્ય વિકલ્પ પણ છે.
મોદીને અધીર રંજન પર આવ્યો ગુસ્સો : દાદા હવે વધારે થઈ રહ્યું છે
લોકસભામાં મોદીના ભાષણ દરમ્યાન વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી કોઈ વાતથી અસહમત હતા. એમણે વડા પ્રધાનના ભાષણ દરમ્યાન પોતાની સીટ પરથી ઊભા થઈને વચ્ચે કાગારોળ મચાવી. થોડો સમય આ બધું ચાલતું રહ્યું. ત્યાર બાદ મોદીએ કહ્યું દાદા, હવે વધારે થઈ રહ્યું છે. તમારું સમ્માન કરું છું. તમને બંગાળ ટીએમસી કરતાં વધુ પબ્લિસિટી મળશે, એની ચિંતા ન કરો.
જે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 ISTવૅક્સિન લેવા મમ્મી-પપ્પાને ઇન્સ્પાયર કર્યાં મોદીએ
2nd March, 2021 07:21 ISTતામિલ ભાષા ન આવડ્યાનો વસવસો : નરેન્દ્ર મોદી
1st March, 2021 12:19 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
1st March, 2021 08:40 IST