નરેન્દ્ર મોદીએ કાશી-મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી આપી, આ ત્રીજી પ્રાઇવેટ ટ્રેન હશે

Published: Feb 17, 2020, 12:04 IST | Varanasi

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશનની ત્રીજી પ્રાઈવેટ ટ્રેન છે, જે ઈન્દોરથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે.

કાશી-મહાકાલ એક્સપ્રેસ
કાશી-મહાકાલ એક્સપ્રેસ

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશનની ત્રીજી પ્રાઈવેટ ટ્રેન છે, જે ઈન્દોરથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે. આ ટ્રેનને કાશી મહાકાલ એક્સપ્રેસના નામથી દોડાવવામાં આવશે. ૧૬ ફેબ્રુઆરીએ રવિવારે ત્રણ જ્યોતિર્લિંગ-બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી કાશી મહાકાય એક્સપ્રેસને વડા પ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી. આ હમસફર ક્લાસની વિશેષ ટ્રેન છે. યાત્રા દરમ્યાન મુસાફરોને ભક્તિમય માહોલ મળે તે માટે તેમાં ભજન-કીર્તન પણ વગાડવામાં આવશે. બોગીની ગતિવિધિ પર નજર રાખવા માટે સીસીટીવીને ‘લાઈન મોનિટરિંગ સિસ્ટમ’ સાથે જોડવામાં આવ્યા છે. ટ્રેનમાં ૯ એસી-થ્રી કોચ, પેન્ટ્રીકાર, ૨ બ્રેકવાન કોચ રહેશે. જરૂર મુજબ તેની સંખ્યા વધારાશે. ટ્રેનમાં તેજસની જેમ ક્રૂ મેમ્બર યુવતીઓ નહીં હોય.

ટ્રેનનું નિયમિત સંચાલન ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થશે.દરેક કોચમાં ૫ સુરક્ષા કર્મચારી હશે, કુલ ૧૦૮૦ બેઠકો હશે. ટ્રેનનું ઓછામાં ઓછું ભાડું ૧૬૨૯ રૂપિયા છે.

આ ટ્રેન વારાણસીથી અઠવાડિયાના બે દિવસ મંગળવાર અને ગુરુવારે દોડશે. તે લખનઉ, કાનપુર, બીમા, ભોપાલ, ઉજ્જેન થઈને ઈન્દોર પહોંચશે.

ટ્રેનમાં ખાણી-પીણી માટે ૩૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. દરેક બોગીમાં કૉફી અને ચા માટેના વેન્ડિંગ મશીન રહેશે. તેના માટે પૈસાની ચુકવણી કરવાની રહેશે નહીં.

ઈન્દોરથી આ ટ્રેન બુધવારે અને શુક્રવારે ઉપડશે. તે ઉજ્જેન, સંત હિરદારામ નગર (ભોપાલ), બીના, કાનપુર અને લખનઉ થઈને વારાણસી પહોંચશે.

વારાણસી-ઈન્દોર વાયા અલ્હાબાદ-કાનપુર ટ્રેન રવિવારે દોડશે. સોમવારે ઈન્દોર પહોંચશે.

દર સોમવારે ઈન્દોર, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીમા, કાનપુર થઈને વારાણસી પહોંચશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK