વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપી 'એપ ઈનોવેશન ચૅલેન્જ'

Published: Jul 04, 2020, 17:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ચીની પ્રોડક્ટના એનકાઉન્ટરમાં નવા એપ્સ બનાવવાનું વડાપ્રધાનનું દેશના યુવાનોને આમંત્રણ

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

ભારત-ચીન સીમા વિવાદને લીધે ચાલી રહેલા તણાવ દરમ્યાન ભારત સરકારે ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. એટલે હવે આ એપના પર્યાય શોધવા જરૂરી છે. જેથી યુર્ઝસ ચાઈનીઝ એપ્સને મિસ ન કરે. આ પાર્શ્વભૂમિ પર દેશના યુવાનોને ટૅક્નિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક ચૅલેન્જ આપી છે. વડાપ્રધાને દેશના યુવાનોને આપી છે 'એપ ઈનોવેશન ચૅલેન્જ'. આ ચૅલેન્જ દ્વારા વડાપ્રધાને ચીની પ્રોડક્ટના એનકાઉન્ટરમાં નવા એપ્સ બનાવવાનું આમંત્રણ આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આજે મેડ ઈન ઈન્ડિયા એપ્સ બનાવવા માટે ટૅક્નિકલ અને ર્સ્ટાટઅપ સમુદાયમાં ભારે ઉત્સાહ છે. એટલે ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી અને એઆઈએમ ઈનોવેટ સાથે મળીને લૉન્ચ કરે છે આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચૅલેન્જ.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો તમને એવું લાગે છે કે, તમારી પાસે એવું કોઈ પ્રોડક્ટ છે અથવા તો તમારી પાસે કંઈક ઉત્તમ અને શ્રેષ્ઠ કરવાનો દ્રષ્ટિકોણ અને ક્ષમતા છે તો ટૅક કમ્યુનિટિ સાથે જોડાવ. જે પ્રતિભાશાળી યુવાનોના આઈડિયામાં દમ હશે અથવા તો તેમના સુચનોને આઈડિયા પસંદગી પામશે તો તેને આગળ વધારવામાં સરકાર યુવાનોને પ્રોત્સાહન આપશે.

વડાપ્રધાને તેમના વિચારો લિંક્ડિન પર પણ મુક્યા છે.

'એપ ઈનોવેશન ચૅલેન્જ'ના પગલાથી વડાપ્રધાને ચીનને મોટો ઝટકો આપ્યો છે. એવી અટકળો છે કે, ચીનને એવું લાગે છે કે, ભારત ટૅક્નોલોજી ક્ષેત્રમાં આ પ્રકારના પ્રોડક્ટસ તૈયાર નહીં કરી શકે અને તે ચીનના ટૅક્નિકલ પ્રોડક્સનો વપરાશ કરવાથી ટેવાઈ ગયુ છે. એટલે વડાપ્રધાનની આ ચૅલેન્જ ચીનને ઝટકો આપી શકે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK