વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મહા’ વાવાઝોડાની સ્થિતિથી વાકેફ થયા

Published: Nov 06, 2019, 09:20 IST | New Delhi

મંગળવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે. વડા પ્રધાને તેમના સચિવ અને અગ્રસચિવને વાવાઝોડાને લઇને મહત્વની સૂચનાઓ આપી હોવાના અહેવાલ છે.

File Photo
File Photo

વાવાઝોડું ‘મહા’ ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7 નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. જોકે મહા વાવાઝોડું ધીરે-ધીરે નબળું પડી રહ્યું છે. પણ વાવાઝોડાનો ખતરો ઓછો નથી થયો. ત્યારે મંગળવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે. વડા પ્રધાને તેમના સચિવ અને અગ્રસચિવને વાવાઝોડાને લઇને મહત્વની સૂચનાઓ આપી હોવાના અહેવાલ છે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

વડા પ્રધાન મોદીએ ગુજરાતની તમામ પરીસ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાતમાં ’મહા’નું સંકટ અને દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સામે વડા પ્રધાન ચિંતિત છે. તેમના સલાહકાર અને સચિવોને સાથે રાખીને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો છે. વડા પ્રધાન મોદીએ આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે લાંબા ગાળાની નીતિ તૈયાર કરવાની માહિતી આપવાની સૂચના આપી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK