વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર (ડબ્લ્યુડીએફસી)ના રેવાડી-મદાર વિભાગને દેશને સમર્પિત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ એક માલગાડી ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જેની લંબાઈ ૧.૫ કિલોમીટર છે અને ડબલ કન્ટેનર વહન સિસ્ટમ ધરાવે છે. મોદીએ કહ્યું, આજે દેશની માળખાગત સુવિધાને વિશ્વસ્તર બનાવવા માટે નવી ગતિ પ્રાપ્ત થઈ છે. વડા પ્રધાને કહ્યું કે ‘૧૦-૧૨ દિવસમાં જ ૧૮,૦૦૦ કરોડ રૂપિયા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ખેડૂતોનાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, ડ્રાઇવરલેસ મેટ્રો, ઓડિશામાં આઇઆઇટી કૅમ્પસનું ઉદ્ઘાટન કરાયું હતું. દેશની ૪૫૦ કિલોમીટર લાંબી મૅન્ગલોર-કોચ્ચિ ગૅસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે વેસ્ટર્ન કૉરિડોર દેશને સમર્પિત કરવામાં આવ્યો છે.’
Share market : શૅર માર્કેટમાં જબરદસ્ત ધડાકો, સેન્સેક્સ 938 અંક તૂટ્યું
27th January, 2021 16:21 IST'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
27th January, 2021 13:24 ISTદીપ સિદ્ધૂ: ખેડૂત આંદોલનમાં ચર્ચાઈ રહેલ આ શખ્સ કોણ છે? જાણો શું છે આખો મામલો
27th January, 2021 12:35 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,689 કોરોનાના કેસ, 97% લોકો થયા સાજા
27th January, 2021 12:13 IST