લોકરક્ષક દળ પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

અમદાવાદ | May 07, 2019, 21:06 IST

લોકરક્ષક દળ પેપરલીક કાંડમાં ગુજરાત ATSએ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ વિનોદ ચિખારા છે.

લોકરક્ષક દળ પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો
લોકરક્ષક દળ પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

રાજ્યમાં ડિસેમ્બર 2018માં થનારી લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક કરવાના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુડગાંવથી વિનોદ ચિખારાની અમદાવાદ એટીએસએ ધરપડક કરી. વીરેન્દ્ર માથુર કે જે કૌભાંડના મુખ્ય આરોપીઓમાંથી એક છે તેણે વિનોદ સાથે એક કરોડમાં પેપર લીક કરવાનો સોદો કર્યો હતો.

વીરેન્દ્ર માથુરે પેપર લાવી આપવા માટે વિનોદને 9 લાખ 70 હજાર એડવાન્સ આપ્યા હતા. વિનોદે વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં નકલી ડોક્યુમેન્ટ્સ આપીને 2015 સુધી નોકરી પણ કરી છે. 2017માં તેમણે NEETના પેપરની ચોરી કરી હતી. જે મામલે કર્ણાટકમાં વિનોદ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ લોકરક્ષક દળ પેપર લીકના માસ્ટર માઈન્ડની દિલ્હીથી ધરપકડ

લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કરવા માટે તેણે અગાઉથી પ્લાનિંગ કરી રાખ્યું હતું. તે જેમિની પ્રેસમાં બે મહિના પહેલાથી સિક્યોરિટીમાં નોકરી કરતો હતો. આ કેસમાં કર્ણાટકના અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK