વડા પ્રધાન મોદીના બે દિવસના કચ્છના પ્રવાસે જવાની તૈયારીઓ

Published: 4th December, 2020 16:05 IST | Agencies | Kutch

સત્તાવાર રીતે હજી આ કાર્યક્રમની પુષ્ટિ કરવામાં આવી નથી. ગઈ ૩૦ નવેમ્બરે વડા પ્રધાન કચ્છની મુલાકાતે આવે એવું આયોજન ગોઠવાયું હતું.

વડા પ્રધાન મોદીના બે દિવસના કચ્છના પ્રવાસે જવાની તૈયારીઓ
વડા પ્રધાન મોદીના બે દિવસના કચ્છના પ્રવાસે જવાની તૈયારીઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવે એવી શક્યતા છે. વડા પ્રધાનના આ બે દિવસીય પ્રવાસના આયોજન માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર તેમ જ રાજ્ય સ્તરેથી વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે સત્તાવાર રીતે હજી આ કાર્યક્રમની પુષ્ટિ કરવામાં આવી નથી. ગઈ ૩૦ નવેમ્બરે વડા પ્રધાન કચ્છની મુલાકાતે આવે એવું આયોજન ગોઠવાયું હતું. જોકે પાછળથી આ કાર્યક્રમ રદ થયાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાઈ શકે છે.
બે દિવસની મુલાકાતે આવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ રણોત્સવની ટેન્ટ સિટીમાં રોકાણ કરે એવી શક્યતા છે. કચ્છના મીઠાના રણમાં રણોત્સવનું આયોજન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એને દેશ-વિદેશમાં પ્રખ્યાત કર્યું છે તેમ જ કચ્છના પ્રવાસનને વેગ આપ્યો છે. વડા પ્રધાન મોદી પોતે પણ સફેદ રણ પ્રત્યે લગાવ ધરાવે છે એથી અહીં તેમના રોકાણની શક્યતાઓ વધુ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK