મારે હવે વધુ બાળકો નથી જોઈતાં : થોમસ

Published: 1st November, 2011 19:19 IST

અમેરિકાના ઍરિઝોનામાં વસતા વિશ્વના સૌપ્રથમ પ્રેગ્નન્ટ પુરુષ થૉમસ બીટીએ ગઈ કાલે કહ્યું હતું કે મારે હવે વધુ બાળકો નથી જોઈતાં. ૨૦૦૭માં સૌપ્રથમ વખત પ્રેગ્નન્ટ થયેલા થૉમસને કુલ ત્રણ બાળકો છે.



થૉમસ બીટી ૨૦૦૨માં મહિલામાંથી પુરુષ બન્યો હતો, પરંતુ તેણે તેનું ગર્ભાશય નહોતું કઢાવ્યું. તેની પત્ની નૅન્સીનું ગર્ભાશય ફાટી જતાં તેણે ગર્ભધારણ કરવાનો નિર્ણય કર્યો હતો. ૨૦૦૭માં થૉમસ બીટીએ વિશ્વના સૌપ્રથમ પ્રેગ્નન્ટ પુરુષ બનીને સૌને ચકિત કરી દીધા હતા. ત્યાર બાદ તેણે વધુ બે બાળકોને જન્મ આપ્યો હતો. જોકે હવે તે ગર્ભાશયનું ઑપરેશન કરાવી લેવા માગે છે. ૩૭ વર્ષનો થૉમસ ૪૮ વર્ષની તેની પત્ની નૅન્સી અને ત્રણ બાળકો સાથે અત્યારે અમેરિકાના ઍરિઝોનામાં સુખી જીવન માણી રહ્યો છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK