ખામોશી સે ભી નેક કામ હોતે હૈં, મૈંને દેખા હૈ પેડોં કો છાંવ દેતે હુએ

Published: 24th December, 2018 21:09 IST | Pravin Solanki

પુસ્તકાલય એટલે મનોરંજન, મનોમંથન, જ્ઞાન અને શિક્ષણની પરબ; સંસ્કૃતિનું સંગ્રહાલય, ભૂખ્યા મન અને આત્મા માટેનું અન્નક્ષેત્ર-સદાવ્રત

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પોતે કરેલા કામનો ઢંઢેરો પીટનારા ઘણા છે. પોતે કામ ન કર્યું હોય છતાં પોતે કર્યું છે એવાં નગારાં વગાડનારા અસંખ્ય છે. તો દુનિયામાં એવા લોકો પણ છે જે ચૂપચાપ, મૂંગા મોઢે કામ કરે છે; પણ એની જાહેરાત સ્વમુખે ક્યારેય નથી કરતા.

૧૭ ડિસેમ્બરે નવસારીમાં શ્રી સયાજી સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ તરફથી મને ‘નાટ્યકલા’ વિષય પર પ્રવચન કરવા આમંત્રણ મળ્યું. હું એને મારા જીવનના કેટલાક શ્રેષ્ઠ પ્રસંગોમાંનો એક શ્રેષ્ઠ પ્રસંગ માનું છું. પુસ્તકોના બગીચા વચ્ચે જાણે હું એક ગુલમહોર હોઉં એવી પ્રતીતિ થઈ હતી. આજે વાત મારા પ્રવચનની નથી કરવી. વાત મારે બગીચારૂપી એ સુંદર પુસ્તકાલયની કરવી છે. આ એક એવો સાર્વજનિક બગીચો છે જ્યાં દાખલ થવાની કોઈ ફી નથી. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ વિનામૂલ્ય પ્રવેશી શકે છે, ફૂલોની સુગંધ માણી શકે છે, મનગમતાં ફૂલોને ચૂંટીને માïળા બનાવી શકે છે, એ બગીચામાં અભ્યાસ કરી શકે છે.

પુસ્તકાલય મારું ર્તીથધામ છે. મંદિરમાં હું પ્રસંગોપાત્ત જાઉં છું, પુસ્તકાલયની મુલાકાત હું નિયમિત લઉં છું. મુંબઈની એવી કોઈ જાણીતી લાઇબ્રેરી નહીં હોય જેની મેં મુલાકાત ન લીધી હોય. પુસ્તકોનું ઘર પુસ્તકાલય છે. દુકાનમાં ગોઠવાયેલાં પુસ્તકો ગુલામ જેવાં છે. જાણે માલિકે એને વેચવા માટે શોકેસમાં ગોઠવ્યાં હોય. પુસ્તકાલયમાં પુસ્તકોનું જતન થાય છે, માન-સન્માન સાથે રાખવામાં આવે છે, એની માવજત થાય છે, એને સત્સંગ મïળે છે.

પુસ્તકાલય એટલે મનોરંજન, મનોમંથન, જ્ઞાન અને શિક્ષણની પરબ. પુસ્તકાલય એટલે સંસ્કૃતિનું સંગ્રહાલય. પુસ્તકાલય એટલે ભૂખ્યા મન અને આત્મા માટેનું અન્નક્ષેત્ર-સદાવþત! પુસ્તકાલય અને પુસ્તક માટે ભલે ઘણાં અતિશયોક્તિ ભરેલાં વિધાનો થયાં હોય, પણ એનો આશય જીવનમાં પુસ્તકની અનિવાર્યતા જ દર્શાવવાનો છે : ‘પુસ્તક જ્ઞાનમંદિરમાંથી મïળેલો પ્રસાદ છે’; ‘દુનિયામાં જ્યારે એક પુસ્તકનું પ્રકાશન થાય છે ત્યારે જગતની એક જેલ બંધ થાય છે’; ‘જે ઘરમાં પુસ્તક ન હોય એ ઘરમાં દીકરી દેવી નહીં’; ‘પરમાત્મામાં લોકો માને કે ન માને, પણ પુસ્તકમાં તો બધાએ એક ને એક દિવસે માનવું પડે છે.’

નવસારીના પુસ્તકાલય વિશે ડૉ. દિનુભાઈ નાયકે પરિચય પુસ્તિકામાં જે માહિતી આપી છે એ માત્ર વાંચવા જેવી જ નથી, વિચારવા જેવી પણ છે. માત્ર આનંદદાયક જ નથી, આર્ય ઊપજાવે એવી પણ છે. વાચકોને પહેલી નજરે અશ્ાક્ય લાગે કે પુસ્તકાલયમાં આવી પણ પ્રવૃત્તિઓ થાય? પણ મેં એનો પ્રત્યક્ષ અનુભવ લીધો છે. પ્રત્યક્ષ અનુભવ લીધા પછી મનમાં સૌથી પહેલો એ વિચાર આવ્યો કે મારા પ્રિય ઘાટકોપરમાં આવું એક પુસ્તકાલય હોય તો!

ડૉ. દિનુભાઈ લખે છે કે જીવનનાં પ્રાકૃતિક તkવો છે હવા, પાણી, ખોરાક, અãગ્ન અને આકાશ; પરંતુ છઠ્ઠું પ્રાણતkવ છે સદ્વિચાર. સદ્વિચારનો પ્રેરણાસ્રોત છે સદ્વાંચન અને સદ્વાંચનનો પ્રેરણાસ્રોત છે ઉત્તમ પુસ્તકો, જેનું ઘર એટલે પુસ્તકાલય. વ્યક્તિની ઓળખ, વ્યક્તિની ઊંચાઈ, વ્યક્તિના વિકાસ તથા જીવનની સમૃદ્ધિ અને શ્રીમંતાઈના માપદંડ કેવાં પુસ્તકો વાંચે છે, કેવા ગ્રંથાલયનો સત્સંગ છે એના પર નર્ભિર રહે છે.

શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયનો ઇતિહાસ એકસો વર્ષથી પણ વધુનો છે. તેઓ કહે છે કે એક જાહેર સંસ્થા સૌથી વધુ વર્ષના સુદીર્ઘ અસ્તિત્વની યાત્રા પૂરી કરે અને એના હોવાપણાની સાર્થકતા જણાય ત્યારે સમાજ એ સંસ્થાનો ઋણી બને છે. સોથી વધુ વર્ષોથી નવસારી અને સમગ્ર પંથકની હજારો વ્યક્તિઓને જ્ઞાન અને પ્રેરણાનાં પીયૂષ પાનાર આ માત્ર પુસ્તકાલય જ નથી રહ્યું, એની બહુવિધ પ્રવૃત્તિઓને કારણે એ સાચા અર્થમાં જ્ઞાનધામ બન્યું છે.

વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડના શાસનમાં ઠેર-ઠેર પુસ્તકાલયોની પરબો મંડાઈ હતી. નવસારીનું ગ્રંથાલય એમાંનું એક. પૂરતી દેખભાળ, નાણાકીય સાધનો વગેરેના અભાવને કારણે આ પુસ્તકાલય જર્જરિત દશામાં મુકાઈ ગયું હતું. નવસારીના પુસ્તકપ્રેમીઓએ એનો જીર્ણોદ્ધાર કરીને એને અદ્યતન, વિશાળ ગ્રંથર્તીથમાં પરિવર્તિત કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે એની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠ પુસ્તકાલયોમાં થાય છે.

આ પુસ્તકાલયમાં અસંખ્ય અપ્રાપ્ય અને કીમતી પુસ્તકો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉદૂર્, સિંધી, સંસ્કૃતિ અને અન્ય ભારતીય ભાષાઓનાં પુસ્તકો મળીને એક લાખ જેટલાં પુસ્તકોનો ખજાનો પડેલો છે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન, રાજકારણ, સંગીત, લલિત કળા, ધર્મ, શિલ્પવિજ્ઞાન, જ્યોતિષ, વાણિજ્ય, તkવજ્ઞાન, ચિંતન, પર્યાવરણ તેમ જ jાીઓ અને બાળકોને ઉપયોગી લગભગ ૧૮૫ જેટલાં સામયિકો પણ મગાવવામાં આવે છે. વાચકોની સુવિધા માટે જુદા-જુદા સંદર્ભગ્રંથો જેવા કે વિશ્વકોશ, શબ્દકોશ, વિષય શબ્દકોશ, જીવનીકોશ, ગૅઝેટિયર્સ, ગાઇડબુક, ઍટલસ અને મૅપ વગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે. ગ્રંથાલયમાં દશાંશ પદ્ધતિથી પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વાચક પોતે જ પુસ્તક શોધી શકે એવી મુક્ત વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ ૧૦ હજાર જેટલા વાચક સભ્યો છે. વાચકો પાસે કોઈ પણ પ્રકારની ફી કે લવાજમ લીધા વિના મફત વાંચન પૂરું પાડતું આ એકમાત્ર પુસ્તકાલય છે.

નવસારીના આ અનન્ય પુસ્તકાલયની બીજી અનેક સુવિધાઓ ઊડીને આંખે વળગે એવી છે. ઘરે વાંચવાની સગવડ ન ધરાવતા વિદ્યાર્થીઓ માટે દિવસે તેમ જ રાત્રે વાંચવા માટે રીડિંગરૂમની સગવડ આપવામાં આવે છે. વાચકોની વિનંતીથી સંસ્થામાં ન હોય એવાં પ્ાુસ્તકો તરત જ મગાવી આપવામાં આવે છે. કોઈ પણ વાચકને પુસ્તકાલયના કોઈ પણ પુસ્તક કે સામયિકના કોઈ પણ ભાગની ફોટોકૉપી જોઈતી હોય તો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વાચકો ટેલિફોન પર જ પુસ્તકો રિન્યુ કરાવી શકે છે. સભ્યો ફોન કે ઈ-મેઇલ દ્વારા પોતાને વાંચવા માટે જોઈતાં પુસ્તકોની જાણ કરી શકે છે. આ રીતે જાણ કર્યા પછી ૨૪ કલાકની અંદર જો પુસ્તક ઉપલબ્ધ હોય તો તેમને ઘેરબેઠાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. વળી પુસ્તકાલયમાં ઉત્તમ ગ્રંથોનો બેસ્ટ લાઈબ્રેરી જુદો કબાટ રાખવામાં આવ્યો છે. પ્રિય વાચકો, માન્યામાં આવે છે આ વાત? માનવી જ પડશે. મેં જાતે આ લાઇબ્રેરીની મુલાકાત લીધી છે.

સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રસ્તુત પુસ્તકાલયની પ્રવૃત્તિ પુસ્તકની આપ-લે પૂરતી મર્યાદિત નથી. એ કેટલીક એવી પ્રવૃત્તિઓ કરે છે જેની આપણને મીઠી ઈર્ષા આવે તો બીજી તરફ શરમ પણ અનુભવાય કે આપણું મુંબઈ ક્યાં ઊભું છે? વાંચનપ્રવૃત્તિ વિકસે અને પુસ્તક વાંચનાર અને ન વાંચનાર વચ્ચે જ્ઞાનસંગમ રચાય એ હેતુથી અહીં મહિનાના દર શનિવારે વડીલો, મહિલાઓ અને કૉલેજના વિદ્યાર્થીઓ તેમ જ બાળકો માટે ‘મને ગમતું પુસ્તક’ પર છેલ્લાં વીસ વર્ષથી વાર્તાલાપ યોજાય છે. દર મહિનાના પ્રથમ શનિવારે સાંજે ૬ વાગ્યે યુવાનો માટે, બીજા શનિવારે એ જ સમયે બાળકો માટે, ત્રીજા શનિવારે મહિલાઓ માટે અને ચોથા શનિવારે વરિષ્ઠ નાગરિકો માટે. વિશ્વભરમાં આ કેવળ એકમાત્ર પુસ્તકાલય હશે જે આ રીતે દર મહિને આઠ જેટલાં પુસ્તકોનો પરિચય છેલ્લાં વીસ વર્ષથી નિરંતર કરાવે છે.

આ ઉપરાંત ‘શ્રેષ્ઠ વાચક’ સ્પર્ધા! દુનિયાભરમાં ક્યાંય ન થયો હોય એવો બાળકોને વાંચતાં કરવાનો સૌપ્રથમ અભિનવ નવતર પ્રયોગ શરૂ કરવાનું શ્રેય આ ગ્રંથાલયને ફાળે જાય છે. તો સયાજી લાઇબ્રેરીમાંથી શરૂ થયેલી પ્રવૃત્તિઓમાંથી ‘વાંચે ગુજરાત’નો જન્મ થયો. નવસારીમાંથી શરૂ થયેલી પ્રવૃત્તિઓ સમગ્ર રાજ્યમાં ફેલાઈ. આ સિવાય વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમની શરૂઆત પહેલાં વિચાર-વાંચન શિબિરનું આયોજન થાય છે, પુસ્તક-પ્રદર્શન યોજાય છે, સર્જક સાથે સંવાદનો કાર્યક્રમ થાય છે (જેનો લાભ મને પણ ૧૭ ડિસેમ્બરે મળ્યો). પર્યાવરણ વિશે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જાગૃતિ અભિયાન અને તાલીમ પણ અપાય છે.

 આ અને આવી પુસ્તક અને વાંચનના માધ્યમથી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાને સ્વાભાવિક રીતે સલામ કરવાનું મન થાય. નાનકડા નવસારીએ મોટાં-મોટાં શહેરોને લજવ્યાં છે, પડકાર આપ્યો છે કે અમારા જેવું કામ તમે કરી બતાવો. મને પોતાને થાય છે કે મુંબઈ તો મહાનગર છે; અનેક અબજોપતિ, કરોડપતિઓનો મેળો છે; અસલનાં રજવાડાં જેવો વૈભવ અસંખ્ય ઉદ્યોગપતિઓ ધરાવે છે તો એકાદને પણ સયાજીરાવ ગાયકવાડ જેવો વિચાર કેમ નથી આવતો? આ લોકો હૉસ્પિટલ બંધાવે છે,

સ્કૂલ-કૉલેજ બંધાવે છે, મંદિરો ઊભાં કરે છે, ધર્મશાળાઓ બાંધે છે; પણ કોઈને પુસ્તકાલય બાંધવાનો વિચાર કેમ નથી આવતો? અરે, નવી બાંધવાની વાત તો જવા દો, મુંબઈમાં જે

ચાર-પાંચ મશહૂર લાઇબ્રેરીઓ મરવાના વાંકે જીવી રહી છે એમનો જીર્ણોદ્ધાર કરવાનું કોઈને કેમ નથી સૂઝતું? મુંબઈમાં જે. એન. પિટીટ ઇãન્સ્ટટuૂટ, સેન્ટ્રલ લાઇબ્રેરી, ડેવિડ સાસૂન લાઇબ્રેરી જેવી આંગળીને વેઢે ગણી શકાય એટલી લાઇબ્રેરીઓ છે એ પણ કેટલા યુવાનો જાણે છે? એ ક્યાં આવી છે, કયા લત્તામાં છે એની ખબર છે? કોઈ સમજતું કેમ નથી કે માણસને જેટલી જરૂરિયાત સાર્વજનિક શૌચાલયની છે એનાથી વધુ પુસ્તકાલયની છે. સાર્વજનિક શૌચાલયો જેમ ઠેર-ઠેર છે, ‘નગરસેવક ફલાણાભાઈના સૌજન્યથી’ એવું મોટા અક્ષરે ચિતરામણ કર્યું હોય છે એમ ઠેર-ઠેર પુસ્તકાલય બાંધવાનો વિચાર કેમ નથી આવતો?

મને એવું લાગે છે કે દાતાઓ હૉસ્પિટલ, સ્કૂલ, કૉલેજ, મંદિરો એટલા માટે બાંધે છે કે એમાં આર્થિક લાભ હોય છે. એક કાંકરે બે પક્ષી મારે છે. નામનું નામ થાય અને કમાણીની કમાણી.

અને છેલ્લે...

ગિજુભાઈ બધેકા પુસ્તક કે પુસ્તકાલયની વાત આવે ત્યારે યાદ આવ્યા વગર કેમ રહે? તેઓ કહે છે કે પુસ્તક સ્વત: શિક્ષાગુરુ છે અને પુસ્તકાલય શાળા છે. સ્કૂલમાં માણસ જ્ઞાન લેવાનું સાધનમાત્ર મેળવે છે, પણ પુસ્તકાલયમાં જઈને તો તે જ્ઞાન મેળવે છે.

એક સારું પુસ્તકાલય સો શિક્ષકની ગરજ સારે છે. શિક્ષકની જેમ પુસ્તકાલય વિદ્યાર્થીઓને ધમકાવતું નથી, શિસ્ત પળાવતું નથી, હોમવર્ક આપતું નથી, ખોટી સ્પર્ધામાં ઉતારતું નથી, પરીક્ષાનો ભય પેદા કરતું નથી. એ પ્રેમથી, વિનયથી, રસ વડે એમાં આવનારને ભણાવે છે.

પુસ્તકાલયરૂપી શાળા ગામેગામ, લત્તે-લત્તે સ્થાપવી જોઈએ. શિક્ષકને ભણાવવાની મહેનત લેવી પડે છે, પ્ાુસ્તકોએ જ્ઞાન આપવાની મહેનત લેવી નહીં પડે; માત્ર વારંવાર વંચાઈને ફાટી જવું પડશે. શિક્ષકની ચોક્કસ હાજરી સિવાય ભણતર સંભવિત નથી. એને બદલે પુસ્તકાલયનાં બારણાં ચોવીસ કલાક ઉઘાડાં રાખીશું તો ચોવીસેય કલાક શિક્ષણ ચાલશે.

ખેર, નવસારીના આ પુસ્તકાલયમાં ‘નાટક’ વિશે શ્રોતાઓએ મને વિવિધ પ્રશ્નો પૂછ્યા એનાથી અભિભૂત થઈ જવાયું. નાટક સાહિત્યનો એક પ્રકાર છે એવું સાહિત્યકારો જે નથી સમજતા એ આ વિદ્યાર્થીઓ સમજે છે એનો આનંદ થયો.

લોકો લક્ષ્મીની પૂજા કરી એને પામવાની આશા રાખે છે, જ્યારે સરસ્વતીની વંદના કરી તેનાથી દૂર ભાગે છે. જીવનની આ કરુણતા ગણવી કે વાસ્તવિકતા?

સમાપન

કર્મ કે પાસ ન કાગઝ હૈ ન કિતાબ હૈ

લેકિન ફિર ભી સારે જગત કા હિસાબ હૈ

અને

અદબ અગર સીખના હી હૈ તો કલમ સે સીખો

જબ ભી ચલતી હૈ, સર ઝૂકાકર ચલતી હૈ!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK