ઍક્ટર પ્રકાશ રાજે રામલીલાની તુલના પૉર્ન ફિલ્મ સાથે કરી

Published: Oct 24, 2019, 15:28 IST | બૅન્ગલોર

સોશ્યલ મીડિયા પર લોકો ભડક્યા, ધરપકડની માગણી કરાઈ

પ્રકાશ રાજ
પ્રકાશ રાજ

અવારનવાર વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેનાર ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે રામલીલાની સરખામણી પૉર્ન ફિલ્મો સાથે કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવી છે.

એક ન્યુઝ ચૅનલના કાર્યક્રમમાં પ્રકાશ રાજે કહ્યું હતું કે રામલીલામાં હેલિકૉપ્ટરને પુષ્પક વિમાનમાં ખપાવાય છે. ત્રણ મૉડલ રામ, લક્ષ્મણ અને સીતા બનીને આવે છે. હાજર લોકો તેમની પૂજા કરે છે. આ દેશમાં હું આ બધું જોવા નથી માગતો. આ વાહિયાત છે.
પ્રકાશ રાજે એન્કરના સવાલના જવાબમાં કહ્યું હતું કે લોકો આ બધું જોઈને વોટ આપે છે એવું તમે કહો છો તો શું એનો વિરોધ નહીં કરવાનો. લોકો ભલે રામલીલાને સમર્થન આપતા. શું બાળકો પૉર્ન ફિલ્મો જુએ છે તો તમે બાળકોને જોવા દેશો. બન્ને સમાજ માટે હાનિકારક છે.

એન્કરે વળતો સવાલ કરતાં કહ્યું હતું કે તમે રામલીલાની તુલના પૉર્ન ફિલ્મો સાથે કરી રહ્યા છો ત્યારે ઍક્ટરે કહ્યું હતું કે રામલીલા સમાજ માટે યોગ્ય નથી, એનાથી લઘુમતીઓમાં ડરનો માહોલ પેદા થાય છે. મને ખબર છે કે શું સંસ્કૃતિ છે અને શું નથી. મંદિર જવું સંસ્કૃતિ છે, પછી લોકો સામે આવું નાટક શું કામ. રામ, સીતા અને લક્ષ્મણને હેલિકૉપ્ટરથી લાવવા સંસ્કૃતિ નથી.
જોકે પ્રકાશ રાજના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર લોકો ભડકી ઊઠ્યા છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેની ધરપકડની પણ માગણી થઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK