Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રક્ષાબંધન અને આઝાદી દિને આતંકી હુમલાની શક્યતાને જોતાં મુંબઈમાં હાઈઅલર્ટ

રક્ષાબંધન અને આઝાદી દિને આતંકી હુમલાની શક્યતાને જોતાં મુંબઈમાં હાઈઅલર્ટ

12 August, 2019 09:09 AM IST | મુંબઈ
પ્રકાશ બાંભરોલિયા

રક્ષાબંધન અને આઝાદી દિને આતંકી હુમલાની શક્યતાને જોતાં મુંબઈમાં હાઈઅલર્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાની સાથે જે તંગદિલી દેશભરમાં વ્યાપી છે ત્યાં બકરી ઈદ, રક્ષાબંધન અને ૧૫ ઑગસ્ટ જેવા તહેવાર માથા પર છે ત્યારે અવળચંડા પાકિસ્તાન દ્વારા ભારતમાં મોટો આતંકવાદી હુમલો કરવાના ઇનપુટ ગુપ્તચર સંસ્થાઓ પાસેથી મળી રહ્યાં છે. ૨૦૦૮ની જેમ આ વખતે પણ હુમલો ભારતના ૭૫૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા પરથી થવાની આશંકા સેવાઈ રહી છે. નૌસેનાની સાથે મુંબઈ પોલીસ, રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિતની તમામ સુરક્ષા-એજન્સીઓ હાઈ અલર્ટ પર છે. શહેરનાં દરેક મુખ્ય સ્થળો પર ચાંપતો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ-કમિશનરે પણ સુરક્ષા-એજન્સીઓની સાથે સામાન્ય નાગરિકોએ પણ આંખ-કાન ખુલ્લાં રાખીને પોતાની આસપાસ નજર રાખવાનું સૂચન એક વિડિયોના માધ્યમ દ્વારા કર્યું છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કરાયા બાદથી પાકિસ્તાન ભારતમાં રહેતા કાશ્મીરી મુસ્લિમોને ઉશ્કેરીને ભારતમાં દરિયાઈ માર્ગે આતંકવાદી હુમલો કરાવવાની વેતરણમાં હોવાની બાતમી મળ્યા બાદ ભારતીય નૌસેનાને હાઈ અલર્ટ કરાઈ છે. નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે સરકારને ૨૦ મીટરથી નાની બોટને ટ્રૅક કરી શકાય એવી સિસ્ટમ તાત્કાલિક ધોરણે ફિક્સ કરવાની ભલામણ કરી છે. પશ્ચિમ ભારતમાં આવી ૨.૫ લાખ બોટ છે. ટ્રૅક સિસ્ટમથી ભારતીય દરિયાઈ હદમાં સમુદ્રમાં જતી કે આવતી બોટ મિત્ર બોટ છે કે દુશ્મનની બોટ એ જાણી શકાશે.’



‌ટ્રૅક સિસ્ટમ ફિક્સ કરાય ત્યાં સુધી પાકિસ્તાની સેનાના અધિકારીઓની ધમકી, પાકિસ્તાની બંદરો પરથી લોકોને દૂર જતા રહેવાની‌ ચેતવણી આપવા જેવી બાબતોથી દુશ્મન દેશમાં ભારત વિરુદ્ધ કંઈક ગંભીર રંધાઈ રહ્યું હોવાથી નૌસેના સહિત તમામ સુરક્ષા-એજન્સીઓ ૨૪ કલાક નજર રાખી રહી છે.


મુંબઈના પોલીસ-કમિશનરે એક વિડિયોના માધ્યમથી લોકોને સંબોધન કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ‘તમામ સુરક્ષા-એજન્સીઓ કલમ-૩૭૦, બકરી ઈદ, રક્ષાબંધન અને ૧૫ ઑગસ્ટના સ્વાતંત્ર્ય દિનને ધ્યાનમાં રાખીને અલર્ટ છે. શહેરમાં તમામ ગલી, નાકા, રોડ, રેલવે-સ્ટેશન, ફાઇવસ્ટાર હોટેલથી માંડીને તમામ સ્થળોએ ચાંપતો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સામાન્ય લોકોએ પણ આંખ-કાન ખુલ્લાં રાખીને આસપાસ કોઈક શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. પોલીસની સાથે લોકો પણ સુરક્ષાની કવાયતમાં જોડાય તો કોઈ આતંકવાદી હુમલો કરવાની હિંમત ન કરે. બીજું, આજકાલ પ્રવાસમાં મોટા ભાગના લોકો મોબાઇલમાં વ્યસ્ત થઈ જાય છે એટલે આસપાસ શું થઈ રહ્યું છે એની તેમને ખબર નથી પડતી. દરેક સ્થળે ભિખારીથી માંડીને સામાન વેચનારાઓ પર નજર રાખવી અત્યારે જરૂરી છે.’

આ પણ વાંચો : ડબલ મર્ડર કેસના આરોપી ચિંતન ઉપાધ્યાયનાં 100 ચિત્રોનું પ્રદર્શન કરાશે


૨૦૦૮માં પાકિસ્તાનના આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશીને ફાઇવસ્ટાર હોટેલથી માંડીને છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ વખતે પણ દરિયામાર્ગે જ હુમલાની શક્યતા હોવાથી મુંબઈ સહિત આસપાસના તમામ દરિયાકિનારાને અલર્ટ કરી દેવાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 09:09 AM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK