Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: જૈન શાસન ભણનાર વિદ્યાર્થીને 25 લાખનું ઇનામ જીતવાની તક

મુંબઈ: જૈન શાસન ભણનાર વિદ્યાર્થીને 25 લાખનું ઇનામ જીતવાની તક

15 May, 2019 08:03 AM IST | મુંબઈ
પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: જૈન શાસન ભણનાર વિદ્યાર્થીને 25 લાખનું ઇનામ જીતવાની તક

પાઠશાલા

પાઠશાલા


ઇન્ટરનૅશનલ કંપનીઓ ભારતના વિવિધ પરીક્ષામાં ટૉપ કરનારા વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની જૉબ ઑફર કરીને તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવા અટ્રૅક્ટ-પ્રોત્સાહિત કરે છે. આવી જ રીતે જૈન સમાજમાં પહેલી વખત જૈન શાસનનું શિક્ષણ-જ્ઞાન મેળવવા વધુ ને વધુ યુવા પેઢી પાઠશાળામાં જોડાય એ માટે ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે.

પાઠશાળામાં ૮ મહિના ભણનારા લકી વિજેતાને ૨૫ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત મુંબઈના સમકિત ગ્રુપે કરીને સૌને સુખદ આંચકો આપ્યો છે. ૮થી ૪૮ વર્ષનાં જૈન ભાઈ-બહેનો ૨૦૧૯ની બીજી જુલાઈથી ૨૦૨૦ની ૨૯ ફેબ્રુઆરી સુધી ૮ મહિના ચાલનારી મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા અને જૂનાગઢની પાઠશાળામાં પ્રવેશ મેળવીને ઇનામનાં હકદાર બની શકશે.



jain


પ્રેરણાસ્ત્રોત : શ્રીમદ્ વિજય આચાર્ય અભયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ.

શ્રીમદ્ વિજય આચાર્ય અભયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી ૭ મેએ ‘સૌ ચાલો પાઠશાળા’ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. પાઠશાળા જૈન ધર્મ માટે સંસ્કારોની સિંચન શાળા, જૈન શાસનની ઇમારતનો પાયો, સમ્યક્ જ્ઞાનની શુદ્ધ હવા આપતું ઉપવન અને સદાચારની સોબત આપતું કલ્યાણમિત્રોનું સ્થળ ગણાય છે.


સ્કીમની જરૂર કેમ પડી?

લાખો રૂપિયાનાં ઇનામ આપવાની સ્કીમ શા માટે જાહેર કરવી પડી એ વિશે શ્રીમદ્ વિજય આચાર્ય અભયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારનું શિક્ષણ, ટ્યુશન, ટીવી, મોબાઇલ એ બધાથી યંગ જનરેશન ધર્મના સંપર્કથી મોટા ભાગે કપાઈ ગયું છે.

માતા-પિતા બાળકોને પાઠશાળામાં મોકલવા ઇચ્છતાં હોવા છતાં

ટીવી-મોબાઇલને લીધે બાળકો તૈયાર નથી થતાં. બીજું, સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ ન મળતું હોવાથી બાળકોમાં સંસ્કારનું સિંચન નથી થતું. આ ચિંતા જોઈને અમે સ્કીમના માધ્યમથી સૌને અટ્રૅક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આજના સમયમાં લાભ ન દેખાતો હોય તો લોકો બહુ ધ્યાન નથી આપતા. આનાથી સૌનું ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું નૉલેજ પણ વધશે.’

સ્કીમનો ઉદ્દેશ

૨૦૧૯ની ૭ મેએ સ્કીમની જાહેરાત કરનારા સમકિત ગ્રુપના અલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સંચાલિત પાઠશાળા (ગચ્છ અને સમુદાય નિરપેક્ષ)ના ઉત્કર્ષ માટે ચર્ચગેટથી વિરાર અને સીએસએમટીથી કલ્યાણ, ભિવંડી અને પનવેલ સુધીના વિસ્તારમાં અંદાજે ૭૦ પાઠશાળામાં ધર્મનું શિક્ષણ અપાય છે. આ પાઠશાળાઓમાં નિયમિત કેટલાંક બાળકો આવે છે, પરંતુ વધુ ને વધુ જૈન પરિવારમાં પાઠશાળાના માધ્યમથી જૈન શાસનની યુવા પેઢી અને બાળકો સંઘ સાથે જોડાય, સમયનો સદુપયોગ કરે, એમને કલ્યાણમિત્રો મળે અને બહારના ભૌતિકવાદ અને ભોગવાદના વાતાવરણ વચ્ચે પણ પોતાની જૈનત્વની એક ઓળખ ઊભી રાખી શકે, ગામેગામ જૈન સંઘોમાં એક ઉજ્જ્વળ ભવિષ્ય ઊભું થાય અને જૈન શાસનના ભવ્ય ઇતિહાસનું નવર્સજન થાય એવા ઉદ્દેશથી અમે કાર્ય કરી રહ્યા છીએ. આ યોજના મુંબઈ ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા અને જૂનાગઢમાં પણ લાગુ પડશે.’

કોને-કોને ઇનામ અપાશે?

૨૦૧૯ની બીજી જુલાઈથી ૨૦૨૦ની ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન ૮ મહિનામાં પાઠશાળામાં ઓછામાં ઓછા ૧૨૫ દિવસ અને ૬૮થી વધુ ગાથા-સિલેબસ પૂરાં કરશે તેઓ ઇનામને પાત્ર ઠરશે. ૧ બમ્પર પ્રાઇઝમાં ૨૫ લાખ, ૩ લકી વિજેતાને ૧ લાખ, ૫ લકી વિજેતાને ૫૦ હજાર, ૧૦ વિજેતાને ૨૫ હજાર, ૨૭ વિજેતાને ૧૦ હજાર, બાકીના ૫૪ વિજેતાને પાંચ હજાર રૂપિયા ઇનામ અપાશે. જે પાઠશાળાના સૌથી વધુ સ્ટુડન્ટ્સ સ્કીમમાં જોડાશે એ પાઠશાળાના શિક્ષકોને ફસ્ર્ટ પ્રાઇઝ ૩ લાખ, સેકન્ડ પ્રાઇઝ બે લાખ, થર્ડ પ્રાઇઝ ૧ લાખ, એ પછીનાં ૭ સાત પ્રાઇઝ ૫૦ હજાર અને નેક્સ્ટ ૧૫ પ્રાઇઝ ૨૫ હજાર રૂપિયાનાં અપાશે. એ સિવાય સ્કીમમાં જોડાનાર દરેકને ૨૫૦૦ રૂપિયાની પ્રભાવના અપાશે. એ ઉપરાંત ૧૦૦ પુરુષ અને ૧૦૦ મહિલા સ્ટુડન્ટ્સને બેસ્ટ પફોર્મન્સ માટે સ્પેશ્યલ ગિફ્ટ અપાશે.

૧૫ જૂન સુધી રજિસ્ટ્રેશન

મુંબઈ ઉપરાંત સુરત, અમદાવાદ અને જૂનાગઢમાં આવેલી પાઠશાળામાં આ સ્કીમમાં જોડાવા માટે ૧૫ જૂન સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પાઠશાળાની આ સ્કીમ ૨૦૧૯ની બીજી જુલાઈથી ૨૦૨૦ની ૨૯ ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર બાદ એક કાર્યક્રમમાં લકી ડ્રૉ દ્વારા તથા પફોર્ર્મન્સના આધારે ઇનામ વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો : મુંબઈ: બીએમસી વૃક્ષોની કાપણી અનિવાર્ય સંજોગોમાં કરાશે

ઇનામની રકમ ક્યાંથી આવશે?

સ્કીમની જાહેરાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકોએ આ ગાંડપણ કરાતું હોવાનું કહ્યું હતું, પરંતુ જૈન શાસનની ધરોહરને સાચવવાની સાથે ભવિષ્યની પેઢીઓ સુધી જીવંત રાખવા માટે આ રકમ સામાન્ય હોવાનો મત સૌએ વ્યક્ત કર્યો હતો. કેટલાક દાતાઓએ પાંચથી સાત લાખ રૂપિયા આ સ્કીમ માટે લખાવી પણ દીધા હોવાનું જાણવા મળ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2019 08:03 AM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK