Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફેસબુક-ફ્રેન્ડે મીરા રોડની મહિલાને ૩૦ લાખમાં નવડાવી

ફેસબુક-ફ્રેન્ડે મીરા રોડની મહિલાને ૩૦ લાખમાં નવડાવી

21 July, 2019 11:40 AM IST | મુંબઈ
પ્રકાશ બાંભરોલિયા

ફેસબુક-ફ્રેન્ડે મીરા રોડની મહિલાને ૩૦ લાખમાં નવડાવી

ફેસબુક-ફ્રેન્ડે મીરા રોડની મહિલાને ૩૦ લાખમાં નવડાવી(પ્રતિકાત્મક તસવીર)

ફેસબુક-ફ્રેન્ડે મીરા રોડની મહિલાને ૩૦ લાખમાં નવડાવી(પ્રતિકાત્મક તસવીર)


ફેસબુક-ફ્રેન્ડ દ્વારા વિદેશથી લાખો રૂપિયાની મોંઘી ગિફ્ટ મેળવવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બનવાનો સિલસિલો ચાલુ જ છે. પોલીસ સહિતના વિવિધ વિભાગ દ્વારા સાવચેત રહેવાની ચેતવણી આપ્યા બાદ પણ લોકો સાવધ નથી થતા. મીરા રોડની એક મહિલાએ પણ બનાવટી ફેસબુક-ફ્રેન્ડની જાળમાં સપડાઈને ૩૦ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની પોલીસ-ફરિયાદ નોંધાવી છે. ચોંકાવનારી અને આશ્ચર્યની વાત એ છે કે મહિલાએ માત્ર ૧૦ દિવસમાં પેલા મિત્રએ કહેલાં વિવિધ બૅન્ક-અકાઉન્ટમાં ૧૦થી વધુ વખત રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
પોલીસે જણાવ્યા મુજબ મીરા રોડના શીતલનગરમાં રહેતી ૪૮ વર્ષની એક મહિલાને થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા ફેસબુક પર એક અજાણી વ્યક્તિની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી. ફેસબુકના અકાઉન્ટ મુજબ લંડનમાં રહેતા પાઇલટ પેટ‌રિક નામના યુવાનની રિક્વેટ મહિલાએ ગયા મહિને સ્વીકારી હતી. થોડા સમયમાં બન્નેએ એકબીજાના મોબાઇલ-નંબરની આપ-લે કરીને વાતચીત શરૂ કરી હતી.
વાતચીત દરમ્યાન મહિલાને પેટરિકે મોંઘી ગિફ્ટ મોકલવાનું કહ્યું હતું. પહેલાં તો મહિલાએ ના પાડી હતી, પરંતુ માત્ર ૨૧૦૦ રૂપિયા બૅન્કમાં ટ્રાન્સફર કરીને ગિફ્ટ મળતી હોય તો લેવામાં શું વાંધો છે એમ વિચારીને તેણે પેટરિકે આપેલા બૅન્ક-અકાઉન્ટમાં ૨૧૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
એ પછી મહિલાની મુશ્કેલીની શરૂઆત થઈ હતી. તેને વૉટ્સઍપ-નંબર પર ધમકી મળવાની સાથે મની-લૉન્ડરિંગ, ટૅક્સચોરી સહિતના ગુનાની આરોપી ગણાવવામાં આવતા મેસેજ આવવા માંડ્યા હતા.
કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે સામેવાળાએ આપેલાં વિવિધ બૅન્ક-અકાઉન્ટમાં ૧૦થી વધુ વખત મળીને કુલ ૩૦,૨૪,૪૪૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આટલી રકમ આપી દીધા બાદ પણ રૂપિયાની માગણી કરતા ફોન આવવાનું ચાલુ રહેતાં મહિલાએ આખરે ગુરુવારે મીરા રોડના નયાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નયાનગરના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે ફ્રૉડ કરનારાઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. લોકોને અપીલ કરીએ છીએ કે ફેસબુક કે બીજા કોઈ સોશ્યલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે મિત્રતા કરીને તેમના પર આંધળો વિશ્વાસ ન કરવો.’



આ પણ વાંચોઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો


 ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં મીરા રોડમાં રહેતા રેલવેના એક રિટાયર અધિકારીએ વિદેશી સુંદરી સાથે મિત્રતા કરવાની લાલચમાં આવી જ રીતે ૧૮ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ મામલાની પોલીસ હજી તપાસ કરી રહી છે ત્યાં આ મહિલા પણ ફ્રૉડ કરનારાઓની જાળમાં ફસાઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 11:40 AM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK