બાંદરા-ઈસ્ટમાં જવાનો માર્ગ બન્યો વધુ દુષ્કર

Published: Sep 20, 2019, 10:13 IST | પ્રાજક્તા કસાલે | મુંબઈ

નવાં પગથિયાં ખુલ્લાં મૂકતાં પહેલાં રોડ પરના અવરોધકો દૂર કરવા બાબતે રેલવે અને બીએમસી જવાબદારીનો ટોપલો એકમેક પર ઢોળે છે

બાંદરા ઈસ્ટમાં ખાબોચિયાં પાસેથી પસાર થતા મુંબઈગરા. તસવીર બિપિન કોકાટે
બાંદરા ઈસ્ટમાં ખાબોચિયાં પાસેથી પસાર થતા મુંબઈગરા. તસવીર બિપિન કોકાટે

મુંબઈ, બાંદરા-ઈસ્ટમાં ઊતરીને બીકેસી બિઝનેસ હબ કે ફૅમિલી કોર્ટ, કલેક્ટરની ઑફિસ, મ્હાડા, ઓએનજીસી કે કુર્લા તરફ જનારા મુંબઈગરાઓએ રિક્ષા, સાંકડો રસ્તો અને વાહનોની ગિરદીનો સામનો કરવો પડતો હોય છે. એમાં હવે રેલવેએ નવા દાદરા ખુલ્લા મૂકી જૂનાં પગથિયાં બંધ કરતાં મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. નવો બ્રિજ ખુલ્લો મૂકતાં પહેલાં રોડ પરના અવરોધકો દૂર કરવા, રસ્તો સમથળ બનાવવો તથા પાણીનાં ખાબોચિયાં ભરવા જેવા આવશ્યક કામો કરવા બાબતે રેલવે અને બીએમસી એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યાં છે.

આ પણ વાંચો: મુલુંડમાં કચ્છી લોહાણા વેપારીનો પંદરમા માળેથી મોતનો કૂદકો

રેલવેનું કહેવું છે કે આ રસ્તો એનો છે, પરંતુ પાણીની લાઇન બિછાવવા માટે બીએમસીને ભાડે આપ્યો છે, જ્યારે કે બીએમસી જણાવે છે કે આ વિસ્તાર રેલવેની હદમાં આવે છે અને અમે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવેને રસ્તાનું સમારકામ કરવા જણાવ્યું છે. પશ્ચિમ રેલવેના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે રિબિલ્ડિંગ અને રિકાસ્ટિંગ બાદ ૬૦ દિવસ પછી એટલે કે ૧૬ નવેમ્બરે ઈસ્ટની બાજુ આવેલી ટિકિટ-વિન્ડો ખુલ્લી મુકાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK