પરેલના એક બૂથમાં મોબાઇલ સાથે પ્રવેશની સદંતર મનાઈ

Published: Oct 22, 2019, 09:25 IST | પ્રાજક્તા કસાલે | મુંબઈ

જી-સાઉથ વોર્ડ નજીક પરેલમાં ગ્લોબ મિલ પેસેજ બીએમસી સ્કૂલમાં ઊભા કરવામાં આવેલા મતદાન મથકના મતદારોને બૂથમાં મોબાઇલ ફોન લઈ જવા દેવામાં આવતા નહોતા

રોહિત શર્મા
રોહિત શર્મા

જી-સાઉથ વોર્ડ નજીક પરેલમાં ગ્લોબ મિલ પેસેજ બીએમસી સ્કૂલમાં ઊભા કરવામાં આવેલા મતદાન મથકના મતદારોને બૂથમાં મોબાઇલ ફોન લઈ જવા દેવામાં આવતા નહોતા, પરિણામે તેમણે પોતાના મિત્રો અને પરિચિતોને મોબાઇલ ફોન સોંપીને મતદાન કરવાની ફરજ પડી હતી. બૂથ પરના ઝોનલ ઑફિસર ભારતી પ્રભુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તે માત્ર ચૂંટણીપંચે બનાવેલા નિયમનું પાલન કરી રહી હતી. રિટર્નિંગ ઑફિસર સુષમા સતપૂતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ચૂંટણીપંચના બનાવેલા નિયમોનો ભંગ કરવાની પરવાનગી હું કોઈને કઈ રીતે આપી શકું?

આ પણ વાંચો : રાજ્યમાં છૂટક હિંસા, વરસાદના વિઘ્ન વચ્ચે મતદાનની ટકાવારી ઘટી

અન્ય બૂથો વ્યવહારુ અભિગમ અપનાવી મોબાઇલ ફોન લઈ જવાની પરવાનગી આપે તેનો એ અર્થ નથી થતો કે લોકો નિયમભંગ કરે. જોકે એક ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે કેટલાક લોકોએ મતદાન કરતી વખતે સેલ્ફી લીધી હતી, જે નિયમોની વિરુદ્ધ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK