ગુજરાતમાં વરસાદના કારણે 134 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો

Published: Aug 13, 2019, 12:00 IST | Ahmedabad

ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે મેઘરાજા મન મુકીને વરસ્યો હતો. જેને પગલે રાજ્યમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 134 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

Mumbai : ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે મેઘરાજા મન મુકીને વરસ્યો હતો. જેને પગલે રાજ્યમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 134 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેનું સોમવારથી કામકાજ શરૂ કરતા 48 કલાકમાં તમામ ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ અસર કચ્છના ગામોને થઈ છે. દેવભૂમિ દ્વારકાના પણ મોટા ભાગના ગામોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે.રાજ્યમાં કુલ 168 રસ્તાઓ સંપુર્ણ રોડ વ્યવહાર પણ થયો અસરગ્રસ્ત
ગુજરાતમાં ગત સપ્તાહે ભારે વરસાદને કારણે રોડ પરનો વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. આમ મળતી માહિતી મુજબ રાજ્યના કુલ 168 રસ્તા સંપૂર્ણ રીતે બંધ જાહેર કરવામાં આવ્યા છે અને 7 સ્ટેટ હાઇવે પણ હાલ બંધ રાખવામાં આવ્યા છે. મહત્વપુર્ણ છે કે કચ્છ જીલ્લા સાથે જોડાયેલા 4 સ્ટેટ હાઇવે બંધ છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

તો આ સીવાય ગુજરાતના આણંદ
, છોટા ઉદેપુર અને સુરતના સ્ટેટ હાઇવે બંધ રાખવામાં આવ્યા હતા. રોડ વ્યવહારને અસર પડવાને કારણે ગુજરાત બસ સેવા પણ પ્રભાવિત થઈ છે. સમગ્ર રાજ્યમાં 59 રૂટ હાલ બંધ રાખવામાં આવ્યા છે. હાલ તો 305 ટ્રીપ રદ કરાઈ જેના કારણે નિગમને 2,48,019 રૂપિયાનું નુકસાન થયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK