દિવાળીમાં બે દીવા વધારે પ્રગટાવજો, પાવરકટમાં કામ લાગશે

Published: 20th October, 2011 19:45 IST

દિવાળીના તહેવાર દરમ્યાન તમારા ઘરમાં થોડા વધુ દીવડાઓ પ્રગટાવજો, કારણ કે ક્યારે વીજળી ગુલ થઈ જાય એની ગૅરન્ટી નથી. મહાવિતરણ (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની)ની વર્તમાન હાલત જોતાં તો કંઈક આવું જ ચિત્ર ઊપસે છે.

 

 

જોકે રાજ્ય સરકારે આ મામલામાં કેન્દ્રના ઊર્જાપ્રધાન સુશીલકુમાર શિંદે તથા રાજ્યકક્ષાના કોલસાપ્રધાન સાથે વાટાઘાટ કરી હોવા છતા લોડશેડિંગની ઘટનાનો ઇનકાર થઈ શકે એમ નથી, કારણ કે ૧૬ હજાર મેગાવૉટની ડિમાન્ડ સામે સપ્લાય ૧૧ હજાર મેગાવૉટ છે. સરકાર યેનકેન પ્રકારે ત્રણ હજાર મેગાવૉટ વીજપુરવઠો મેળવે તો પણ બે હજાર મેગાવૉટ વીજળીની ખેંચ પડશે. કેન્દ્રે માત્ર ૨૦૦ મેગાવૉટ વીજળી આપવાની તૈયારી બતાવી છે. પરિણામે હાલ તો મહાવિતરણ શહેરી વિસ્તારોમાં ત્રણથી છ કલાક તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧થી ૧૩ કલાક લોડશેડિંગ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK