કુબેર બોટના નાવિકને ન્યાય મળ્યો: સરકારે પરિવારને આપી 5 લાખની સહાય

Published: Nov 13, 2019, 13:47 IST | Porbandar

મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના મુંબઈ હુમલામાં જે બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એના નાવિક રમેશ બામણિયાને અગિયાર વર્ષ પછી ન્યાય મળ્યો છે.

કુબેર બોટ
કુબેર બોટ

મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના મુંબઈ હુમલામાં જે બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એના નાવિક રમેશ બામણિયાને અગિયાર વર્ષ પછી ન્યાય મળ્યો છે. ગુજરાત સરકારે તેમની પત્નીને વળતરરૂપે પાંચ લાખ આપ્યા છે. મરનાર રમેશ બામણ‌િયાના પરિવારે પણ સરકારને જમીન અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી માટે વિનંતી કરી છે. આતંકીઓએ ૨૦૦૮માં મુંબઈ પર હુમલા કરતાં પહેલાં સૌરાષ્ટ્રની કુબેર બોટનો આશરો લીધો હતો, જેમાં આતંકીઓએ બેસી બોટને કબજે લઈ ભારતમાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ પાંચ જેટલા માછીમારોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે બીજી બાજુ કુબેર બોટના માલિક રમેશ બામણિયાની લાશ મળી આવી હતી. 

મુંબઈ હુમલામાં માર્યા ગયેલા રમેશ બામણિયાની પતિને ગુજરાત સરકાર સમક્ષ ન્યાયની માગ સાથે વળતરની માંગ પણ કરી હતી. ત્યાર બાદ ઘણાં વર્ષો સુધી સરકારી કચેરીના ધક્કા ખાય પછી તેમને હાઈ કોર્ટમાં ન્યાય માટે અરજી કરી હતી. ગુજરાત હાઈ કોર્ટના ચુકાદા આવ્યા બાદ ૨૨ ઑક્ટોબરે ગુજરાત સરકારે કુબેર બોટના નાવિક રમેશ બામણિયાની પત્નીને પાંચ લાખ રૂપિયા આપવાનો ઑર્ડર કર્યો હતો, પરંતુ ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમારી પાસે ફન્ડ નથી. આ બાબતે ગુજરાત હાઈ કોર્ટે મુખ્ય પ્રધાનના ફન્ડમાંથી પાંચ લાખ રૂપિયાની ચુકવણીનો ઑર્ડર કર્યો જેમાં સોમવારના દિવસે મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલા રમેશ બામણિયાની પત્નીના ખાતામાં સરકારે પાંચ લાખ રૂપિયા ડિપોઝ‌િટ કર્યા છે. પરંતુ રમેશ બામણિયાની પત્નીની માગ હતી કે તેમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી પણ ગુજરાત સરકાર આપે. પરંતુ આ મામલે ૧૩ નવેમ્બરે કોર્ટ સુનાવણી હાથ ધરશે. આ સમગ્ર હુમલાને લઈ નાવિકને આખરે ગુજરાત હાઈ કોર્ટે ૧૧ વર્ષ પછી ન્યાય આપ્યો છે, જેમાં આવતી કાલે સરકારી નોકરી આપવાના અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK