ટીવી-ઍક્ટ્રેસનો ડ્રાઇવર ૪ લાખ રોકડા લઈને ફરાર

Published: 22nd November, 2011 10:17 IST

તમારા ઘરે કામ કરતા લોકોની તમામ જાણકારી તૈયાર કરી પોલીસને આપવી એવી અનેક વિનંતીઓ પ્રત્યે હજી પણ લોકો બેદરકારી બતાવી રહ્યા છે. આ બેદરકારી ટીવી-ઍડ્સ તથા મ્યુઝિક વિડિયોમાં કામ કરતી ગાયિકા તથા અભિનેત્રી પૂનમ ઝવારને ભારે પડી હતી.

 

‘મોહરા’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી  પૂનમનો ડ્રાઇવર ચાર લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. ઓશિવરા પોલીસ-સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ડાન્સ-શોમાં મળેલી રોકડ રકમ તેણે પોતાના ડ્રાઇવર થાપાને આપી હતી. તે પૂનમના ડ્રાઇવર તરીકે ત્રણ વર્ષથી કામ કરતો હતો. પૂનમે બહારગામ જવાનું હોવાથી આ રૂપિયા થાપાને આપી તે સીધી ઍરર્પોટ રવાના થઈ હતી. થાપા આ રકમ ઘરે જમા કરવાને બદલે લઈને ફરાર થઈ ગયો હતો. પાછા આવ્યા બાદ પૂનમને સમગ્ર હકીકતનું ભાન થતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ થાપાની કોઈ પણ માહિતી ન હોવાથી તેની ધરપકડ કરવામાં પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મુંબઈની તમામ સોસાયટીઓની માફક પૂનમની સોસાયટીના લોકો પાસેથી ઘરકામ કરતા લોકોની માહિતી માગવામાં આવી હતી, પરંતુ પૂનમે થાપાની કોઈ પણ માહિતી પોલીસ પાસે જમા નહોતી કરાવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK