17જાન્યુઆરીના થનારું પૉલિયો રસીકરણ અભિયાન ટળ્યું, અહીં જાણો કારણ

Updated: 13th January, 2021 17:21 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

17 જાન્યુઆરી 2021થી શરૂ થનારા પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National immunisation day)ને આગામી નોટિસ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

દેશમાં કોરોના વેક્સીનેશન વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ મહિનાથી શરૂ થનારા પલ્સ પોલિયોના રસીકરણ અભિયાનને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ હેઠળ 0-5 વર્ષની વયના બાળકોને પોલિયો ડ્રૉપ્સ પીવડાવવામાં આવે છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે અપ્રત્યાશિત ગતિવિધિઓને કારણે, 17 જાન્યુઆરી 2021થી શરૂ થનારા પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National immunisation day)ને આગામી નોટિસ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 9 જાન્યુઆરીના એક પત્રના માધ્યમે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાષ્ટ્રીય પૉલિયો અભિયાનને સ્થગિત કરવાના નિર્ણયની માહિતી આપી. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને 8 જાન્યુઆરીના કહ્યું હતું કે 17 જાન્યુઆરીના પૉલિયો રસીકરણ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના વેક્સીનેશનની શરૂઆત થવા જઈ રહી છે. માનવામાં આવે છે કે કોરોના વાયરસની ગંભીરતાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં દરવર્ષે લાખોની સંખ્યમાં બાળકોને પૉલિયોની દવા આપવામાં આવે છે. કોરોના વક્સિનેશનને કારણે આને અમુક સમય માટે ટાળી દેવામાં આવ્યું છે. જણાવવાનું કે છેલ્લા 25 વર્ષમાં આ પહેલીવાર એવુ બનશે જ્યારે પૉલિયો અભિયાન આગળ લંબાવી દેવામાં આવ્યું છે.

દેશમાં મોટા સ્તરે શરૂ થતા રસીકરણ અભિયાન હેઠળ સૌથી પહેલા ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેક્સીન લાગશે. ત્યાર પછી સફાઇકર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ, સુરક્ષા દળના જવાનોને કોરોનાની રસી મૂકવામાં આવશે. ત્યાર પછી બીજા ચરણમાં 50 વર્ષથી ઉપરના લોકોને જે લોકો સંક્રમણ માટે વધારે સંવેદનશીલ છે, તેમને રસી મૂકવામાં આવશે.

તાજેતરમાં જ કોરોના વાયરસ વિરુદ્ધ શરૂ થનારા અભિયાનને લઈને પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વિશ્વનું સૌથી મોટું અભિયાન હશે, પણ આની સાથે-સાથે અન્ય વેક્સીનેશનનું કામ પણ ચાલતું રહેશે.

First Published: 13th January, 2021 16:04 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK