નવરાત્રિમાં નજર ડ્રગ પૅડલર્સ અને છેડતી કરનારાઓ પર

Published: 17th October, 2012 06:26 IST

થાણે પોલીસે તહેવારોમાં આવાં તત્વોને નાથવા માટે ઘડી કાઢી સ્પેશ્યલ સ્કીમથાણે પોલીસે નવરાત્રિની ઉજવણીમાં કોઈ કલંક ન લાગે એ માટે આગામી ૧૦ દિવસ સુધી અત્યંત સાબદા રહેવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને આ તહેવારો દરમ્યાન યુવતીઓ-મહિલાઓની છેડતી કરનારાઓ અને ડ્રગ પેડલર્સ (ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરનારા) ગેરલાભ ન લે એ માટે દરેક પોલીસ-સ્ટેશનને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

થાણે પોલીસ-કમિશનરેટે થાણે શહેરમાં આવેલા બધા જ નવરાત્રિ આયોજકોને નવી ગાઇડલાઇન્સ બનાવીને આપી છે અને એનું કડકાઈથી પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ પોતાની રીતે બધા જ નવરાત્રિ કાર્યક્રમોની આસપાસ બંદોબસ્ત ગોઠવશે. આવી જ રીતે શહેરના સંવંદનશીલ વિસ્તારમાં પણ પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. નવરાત્રિ દરમ્યાન રાતે શહેરના મોટા ભાગના મહત્વના રોડ પર નાકાબંધી રાખવામાં આવશે. થાણે પોલીસે નવરાત્રિ દરમ્યાન વધારાનો બંદોબસ્ત ગોઠવવા માટે ક્વિક રિસ્પૉન્સ ટીમ (ક્યુઆરટી) અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની માગણી કરી છે.

નવરાત્રિના સમયગાળામાં યુવતીઓની છેડતી કરવાના બનાવોમાં વધારો થતો હોય છે, એ બાબતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલાં પગલાં વિશે માહિતી આપતાં થાણે ક્રાઇમ બ્રાન્ચના ઍડિશનલ પોલીસ-કમિશનર મિલિંદ ભારાંબેએ કહ્યું હતું કે ‘થાણેમાં નવ દિવસ સુધી ડાંડિયાનું આયોજન કરનારાં મંડળો બહુ ઓછાં છે, પરંતુ રાતના સમયે યુવતીઓની છેડતી ન થાય એ માટે બધા જ મહત્વના રસ્તા પર પોલીસની હાજરી દેખાશે. બધાં જ પોલીસ-સ્ટેશનો સાથેની સંયુક્ત મીટિંગ પછી ગાઇડલાઇન્સનું નવું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આયોજકોને એનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. ગયા વર્ષે‍ કેટલાંક મંડળોમાં તોફાની તત્વો અને ડ્રગ્સનું વેચાણ કરનારાઓ વિશેની ફરિયાદ મળી હતી અને આ વખતે આવા લોકોને રોકવાની જવાબદારી આયોજકો પર રાખવામાં આવી છે. પોલીસ ચોક્કસ તેમને મદદ કરશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK