મુંબઈ સાઇબર પોલીસે ઑનલાઇન ફ્રૉડનો પર્દાફાશ કરી લોકોને કરોડો રૂપિયામાં છેતરનાર ટોળકીના ૬ સભ્યો જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે તેમને ઝડપી લીધાં હતાં. આ ટોળકીએ ૧૦,૫૩૧ જણ પાસેથી ૧૦,૧૩,૦૦,૦૦૦ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. ટોળકી દ્વારા એલપીજી ગૅસની એજન્સી આપવાની છે એવી ઑનલાઇન જાહેરાત કરાઈ હતી. એટલું જ નહીં, એ એજન્સી લેનારને સરકાર તરફથી ૩૦ લાખની એ માટે ગ્રાન્ટ પણ મળશે એવું જણાવાયું હતું, જેમાં બે વેબસાઇનાં ઍડ્રેસ આપવામાં આવ્યાં હતાં. એ બન્ને વેબસાઇટ સરકારી વેબસાઇટ જેવી અદ્દલ પણ બનાવટી બનાવાઈ હતી, જેમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેતું. જેના દ્વારા ઇચ્છુકોની માહિતી તેમના સુધી પહોંચી જતી. ત્યાર બાદ ડી. કે. વર્મા નામની વ્યક્તિ ફોન કરતી અને પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જિસના નામે તેમને પૈસા ભરવા કહેવાતું. ગોરેગામમાં રહેતા અને મૂળ બિહારના ટૂંક સમયમાં નિવૃત્ત થનાર સજ્જને એમાં ઍપ્લિકેશન કરી અને ટોળકીના કહેવા મુજબ તેમને ૩.૬૬ લાખનું ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું, પણ એ પછી વેબસાઇટ પર આપેલા મુંબઈના ઍડ્રેસ પર તપાસ કરતા છેતરપિંડીની જાણ થઈ હતી. આ સંદર્ભે સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સાઇબર પોલીસે તપાસ કરતાં રૅકેટ બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી ચલાવાતું હોવાની જાણ થઈ. અલગ અલગ ટીમ બિહાર અને પશ્ચિમ બંગાળથી આરોપી પકડી લાવી હતી. તેમની ઝીણવટભરી તપાસ કરતાં મોટું રૅકેટ હોવાની જાણ થઈ.
Palghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન
16th January, 2021 17:26 ISTમુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ જેમના નામ પરથી હવે ઓળખાશે એ નાના શંકરશેટ વિશે તમે શું જાણો છો?
16th January, 2021 15:43 ISTબેકારીનો સામનો કરી રહેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડતાં સારવાર માટે આર્થિક કટોકટી
16th January, 2021 10:57 ISTધનંજય મુંડેની ઘાત ગઈ?
16th January, 2021 10:53 IST