સૌદા, સેક્સ ઔર ધોખા

Published: 5th September, 2012 04:39 IST

ગ્રાહકોને શરીરસુખ ભોગવવા દેતી વખતે દારૂ પીવડાવીને લૂંટી લેતી કૉલ-ગર્લની ધરપકડ

love-sex-aur‘લવ, સેક્સ ઔર ધોખા’ની સ્ટાઇલમાં કૉલ-ગર્લ તરીકે કામ કરતી અને તેની પાસે આવનારા કસ્ટમરોને ભરપૂર દારૂ પીવડાવી, સેક્સ માણી તેમને લૂંટી લેવાના આરોપસર બોરીવલી (ઈસ્ટ)ની કસ્તુરબા માર્ગ પોલીસે ૨૪ વર્ષની રશીદા ઉર્ફે‍ જાનકીની સોમવારે ધરપકડ કરી હતી. તે અગાઉ બાર-ડાન્સર હતી, પણ થોડા સમયથી તે કૉલ-ગર્લ તરીકે કામ કરતી હતી.

કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રશીદા બે મહિના પહેલાં બોરીવલી (ઈસ્ટ)માં આવેલા એક જાણીતા બારમાં ડાન્સરનું કામ કરતી હતી, પણ થોડા વખત પહેલાં તેણે આ કામ છોડી કૉલ-ગર્લ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ૨૭ ઑગસ્ટે રાતના સાડાઅગિયાર વાગ્યે બોરીવલી (ઈસ્ટ)ના દેવીપાડા વિસ્તારમાં રહેતા બાવન વર્ષના વિઠ્ઠલ નારાયણ શેલારને રશીદા બોરીવલી (ઈસ્ટ)માં સ્ટેશન પાસે મળી હતી. શેલાર સાથે ૧૦૦૦ રૂપિયાની ડીલ કરી રશીદા તેને નૅશનલ પાર્ક પાસે એક રૂમમાં લઈ ગઈ હતી. વિઠ્ઠલ શેલારે રશીદા સાથે સેક્સ માણ્યું હતું અને રશીદાએ તેને ભરપૂર દારૂ પીવડાવ્યો હતો. વિઠ્ઠલ શેલાર દારૂ પીને બેહોશ થઈ જતાં શેલારે પહેરેલા ૪,૩૫,૦૦૦ રૂપિયાની કિંમતનાં ઘરેણાં સહિત રોકડા રૂપિયા લઈને રશીદા નાસી છૂટી હતી.’

જોકે હોશમાં આવેલા વિઠ્ઠલ શેલારે બીજા દિવસે મંગળવારે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે એક અઠવાડિયામાં આ કૉલ-ગર્લની ધરપકડ કરી હતી.

કેવી હતી કાર્યપદ્ધતિ?

રશીદા સૌપ્રથમ બોરીવલી, કાંદિવલી, મલાડ અને દહિસર સ્ટેશનની બહાર ઊભી રહી પૈસાદાર ગ્રાહકોને શોધી લેતી. બાદમાં તેમનો સંપર્ક કરી તેમની સાથે સેક્સ કરવા ડીલ કરતી. ગ્રાહકોને રૂમમાં લઈ જઈ સેક્સ કરતી વખતે તેમને ભરપૂર દારૂ પીવડાવતી. તેની નજર હંમેશાં તેના કસ્ટમરે પહેરેલા સોનાનાં ઘરેણાં પર જ રહેતી. તેનો ગ્રાહક દારૂના નશામાં બેહોશ થાય કે તરત જ તે તેણે પહેરેલા ઘરેણાં સહિત રોકડ રકમ લઈને નાસી જતી. આમ તેણે ઘણા કસ્ટમરોને લૂંટી લીધા હોવાનું પોલીસે કહ્યું હતું, જોકે બદનામીના ડરથી ગ્રાહકો આ વિશે પોલીસમાં ફરિયાદ નહોતા કરતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK