મોદી સરકારના આ મંત્રાલયોએ પૂરું નથી કર્યું કામ, PMOએ બનાવી લિસ્ટ

Published: 22nd September, 2020 20:06 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

PMO તરફથી 2014-15ના બજેટ સત્રમાં થયેલી જાહેરાતો વિશે 36 મંત્રાલયો અને સંબંધિત વિભાગોને એક લિસ્ટ સોંપવામાં આવી છે. આ લિસ્ટમાં તે બધા કામોની નોંધ લેવાઇ જે કોઇક ને કોઇક કારણસર અધૂરા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સામાન્ય રીતે સરકારનો રિપોર્ટ કાર્ડ સામે આવે છે જેમાં કહેવામાં આવે છે કે સરકારે જનહિતમાં કયા કયા પગલાં લીધા છે. ચૂંટણી દરમિયાન તમામ રાજનૈતિક દળ પોત-પોતાના મેનિફેસ્ટો જાહેર કરે છે જેમાં જનતાને વાયદો કરવામાં આવે છે કે જો અમારી સરકાર આવશે તો અમે આ-આ કામ કરીશું. આ વખતે પીએમઓ (Prime Minister Office)એ એવા કામની લિસ્ટ તૈયાર કરી છે જે હજી સુધી પૂરા નથી થયા.

સંબંધિત વિભાગો અને મંત્રાલયોને લિસ્ટ
પીએમઓ તરફથી 2014-2015ના બજેટ સત્રમાં થયેલી જાહેરાતો વિશે 36 મંત્રાલયો અને સંબંધિત વિભાગોને એક લિસ્ટ સોંપવામાં આવી છે. આ લિસ્ટમાં તે બધાં જ કામોની નોંધ લેવાઇ છે જે કોઇક ને કોઇક કારણસર અધૂરા છે. પીએમઓ તરફથી બધાં મંત્રાલયો અને સંબંધિત વિભાગોને આ અધૂરા કામનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ પૂછવામાં આવ્યો છે. આની સાથે જ પૂછવામાં આવ્યું છે કે જો આ કામ પૂરા કરવા હોય તો એમાં કેટલો ખર્ચ આવશે. પીએમઓએ દરેક કામનો એક એક જુદાં જુદાં ફકરામાં ઉલ્લેખ કર્યો છે.

બજેટ જાહેરાતનો રિવ્યૂ પીએમઓના એડવાઇઝર ભાસ્કર કુંબલેએ આઠ ઑગસ્ટના આ લિસ્ટ તમામ મંત્રાલયો અને વિભાગો જેમ કે વિદેશ મંત્રાલય, રેલવે મંત્રાલય, વીજળી, શિક્ષણ, કૃષિ, નેચરલ ગૅસ, કલ્ચર અને ટૂરિઝ્મ અને નાણાં મંત્રાલય અંતર્ગત આવનારા વિભાગો સહિત કુલ 36 મંત્રાલયોને સોંપવામાં આવ્યો છે. પીએમઓએ આ લિસ્ટમાં તે કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની જાહેરાત 2014-15ના બજેટ સત્ર દરમિયાન થઈ હતી. પીએમઓ 2020 પહેલા બધાં બજેટ સેશનનો રિવ્યૂ કરે છે.

અધૂરા કામ પર પીએમઓ કડક
પીએમઓએ એક વાતને તરફ આંગળી ચીંધી છે કે બજેટ સત્રમાં ઘણી જાહેરાતો બધાં વિભાગોના મંત્રાલયો સાથે ચર્ચા કરીને જ કરવામાં આવી છે. કોઇપણ જાહેરાત એવી નથી જે નવી હોય. આ જાહેરાતો પહેલા તેનાથી સંબંધિત મંત્રાલય અને વિભાગને પૂછવામાં આવે છે અને પછી જ તેને સામેલ કરવામાં આવે છે. પણ અત્યાર સુધી 2014-15ના કામ અધૂરા પડ્યા છે. પીએમઓ આ મામલે ખૂબ જ કડક છે અને પોતે આ બધાં કામનું ધ્યાન રાખે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK