એચડીઆઇએલને અપાતી હતી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

Published: Dec 30, 2019, 14:02 IST | Faizan Khan | Mumbai

પીએમસીના તત્કાલીન એમડી જોય થોમસે પીએમસી બૅન્કના હેડ-ક્વાર્ટર ખાતે એચડીઆઇએલના અધિકારીઓ માટે રોકડની સુવિધા માટેનું કાઉન્ટર પણ ખોલ્યું હતું

જોય થોમસ
જોય થોમસ

મુંબઈ પોલીસની ઇકૉનૉમીક ઑફેન્સિસ વિંગ (ઇઓડબ્લ્યુ)એ તેની ૩૨,૦૦૦ પાનાંની ચાર્જશીટમાં જણાવ્યું છે કે ઊંચી લોનો અને ઓવર ડ્રાફ્ટની સુવિધા ઉપરાંત પીએમસીના તત્કાલીન એમડી જોય થોમસે પીએમસી બૅન્કના હેડ-ક્વાર્ટર ખાતે એચડીઆઇએલના અધિકારીઓ માટે રોકડની સુવિધા માટેનું કાઉન્ટર પણ ખોલ્યું હતું અને અપાયેલી રોકડ રકમનો રેકૉર્ડ ન જાળવવાની સંબંધિત વિભાગને કડક સૂચના આપી હતી. આમ એચડીઆઇએલને અપાયેલી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ છતાં કેટલાક અધિકારીઓએ વાધવાન, વર્યમ સિંઘ તથા જોય થોમસ દ્વારા લેવામાં આવેલી રોકડ રકમની ત્રણ ડાયરી જાળવી રાખી હતી.

આ પણ વાંચો : આરે છે દીપડાઓનું રહેઠાણ

ચાર્જશીટ અનુસાર ઉપરી અધિકારીઓ દ્વારા કડક તાકીદ કરવામાં આવી હોવા છતાં અકાઉન્ટ્સ અને ધિરાણ વિભાગના આ મેનેજરોએ વાધવાન, વર્યમ સિંઘ અને જોય થોમસને કરવામાં આવેલી ચુકવણીના રેકૉર્ડની જાળવણી કરી હતી. એચડીઆઇએલના કર્મચારીઓ પીએમસી બૅન્ક અકાઉન્ટ હેડ-ક્વાર્ટરની મુલાકાત લેતા અને તેમના પ્રમોટર્સ વતી રોકડ ઉપાડતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK