Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એચડીઆઇએલ કંપનીએ પીએમસી બૅન્કમાંથી કરોડો સેરવી લીધા

એચડીઆઇએલ કંપનીએ પીએમસી બૅન્કમાંથી કરોડો સેરવી લીધા

01 January, 2020 02:18 PM IST | Mumbai
Faizan Khan

એચડીઆઇએલ કંપનીએ પીએમસી બૅન્કમાંથી કરોડો સેરવી લીધા

જોય થૉમસ

જોય થૉમસ


પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્કમાં સીક્રેટ કૅશ કાઉન્ટર પ્રકાશમાં આવ્યા પછી હાઉસિંગ ડેવલપમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઇએલ) કંપની દ્વારા બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર જૉય થોમસ અને ચૅરમૅન વર્યામસિંહે અબજો રૂપિયાના વ્યવહારની વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઓફેન્સ વિન્ગની ૩૨,૦૦૦ પાનાંની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યા પ્રમાણે એચડીઆઇએલ કંપનીએ વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪ વચ્ચે નાહૂરના મૅજેસ્ટિક ટાવર અને વ્હિસ્પરિંગ ટાવર પ્રોજેક્ટ્સ માટે ૨૨.૩૨ કરોડ રૂપિયા અને ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે કંપની તથા એના સહયોગીઓએ ૬૫.૨૯ કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો હતો. ૬૫.૨૯ કરોડ રૂપિયાની રકમમાંથી ૧૦ કરોડ રૂપિયા હજી પાછા ચૂકવાયા નથી. એચડીઆઇએલ કંપની સાથેના દરેક વ્યવહાર લાખો રૂપિયા અને ક્યારેક કરોડો રૂપિયાના હતા.

ઇશ્યુ કરવામાં આવતા ચેક્સ બૅન્ક-મૅનેજર હંમેશાં જૉઇન્ટ જનરલ ડિરેક્ટર મનજિત કૌરને આપતા હતા અને મનજિત કૌર એ ચેક્સ બાજુ પર રાખતા હતા. એ વ્યવહારો અકાઉન્ટ બુક્સમાં નોંધાતા નહોતા. રાકેશ વાધવાન અને સારંગ વાધવાને ૨૦૦૮થી ૨૦૧૩ વચ્ચેના ગાળામાં ફક્ત ૯૧ કરોડ રૂપિયાની મિલકત ગિરવી મૂકીને ૨૮૪ કરોડ રૂપિયાની લોન લીધી હતી.



ચૅરમૅન વર્યામસિંહે ૨૦૧૭ના ઑગસ્ટ મહિનાથી ૨૦૧૯ના જુલાઈ મહિના સુધીમાં ‘કૅશ કાઉન્ટર’ પરથી ચાર કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો અને એમાં બૅન્કને મુદ્દલ રકમ ચૂકવાઈ અને વ્યાજ ચૂકવાયું નહોતું. જૉય થોમસે ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનાથી ૨૦૧૯ સુધીમાં ૫૩.૭૭ કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો હતો. એ લોનમાંથી હજી ૩૫.૧૨ કરોડ રૂપિયાની પાછી ચુકવણી બાકી છે. એ ગુપ્ત વ્યવહારો જૉય થોમસ અને વર્યામસિંહના ‘સરવાળા- બાદબાકી’ ગણાય છે. ૨૦૦૭થી ૨૦૧૭ વચ્ચે એચડીઆઇએલની લોનો મંજૂર કરીને જૉય થોમસે રિઝર્વ બૅન્કની વિવિધ માર્ગદર્શક સૂચનાઓનો ભંગ કર્યો હતો. એચડીઆઇએલના કેટલાંક અકાઉન્ટ્સ અને અગાઉની ૪૪ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)ને આપેલી લોનનું પ્રમાણ ૫૮૦૧.૩૧ કરોડ એટલે કે બૅન્કે લોનોમાં આપેલી કુલ રકમના ૬૯.૨ ટકા પર પહોંચ્યું હતું. એ લોનો જૉય થોમસે મંજૂર કરી હતી.


પીએમસી બૅન્કના અધિકારીઓએ કેટલાક ગ્રાહકોને યુનિક કસ્ટમર આઇડેન્ટિફિકેશન નંબર્સ આપ્યા નહોતા. એ અકાઉન્ટ્સને અકાઉન્ટિંગ સૉફ્ટવેર દ્વારા ઑપરેટ કરવાને બદલે એનપીએનું મૅન્યુઅલ ક્લાસિફિકેશન કરવામાં આવતું હતું. એ અધિકારીઓએ ૩૧ એનપીએ રિઝર્વ બૅન્કની ઇન્સ્પેક્શન ટીમથી છુપાવ્યા હતા. તેમણે પ્રૉફિટ ઍન્ડ લોસ સ્ટેટમેન્ટમાં અનસર્વિસ્ડ ઇન્ટરેસ્ટ રેકૉર્ડ કર્યો નહોતો. એથી બૅન્ક નફો કરતી હોવાનું ચિત્ર ઊપસતું હતું અને આવકનું પ્રમાણ પણ વધારે દેખાતું હતું.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2020 02:18 PM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK