વડા પ્રધાનનાં પત્ની જશોદાબહેનને પત્રોનો વરસાદ

Published: 8th December, 2014 04:12 IST

દેશભરમાંથી તેમને લોકો લેટર લખીને અભિનંદન ને આમંત્રણ આપે છે, જોકે તેઓ જવાબ આપતાં નથીસોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તથા અન્યત્ર ચાહકોના માનીતા અને ફૅન-ફૉલોઇંગમાં બરાક ઓબામા પછીના ક્રમે આવીને વૈશ્વિક સ્તરે મોટું નામ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનાં ધર્મપત્ની જશોદાબહેન જાણે સ્પર્ધા કરતાં હોય એવી સ્થિતિ સર્જાઈ છે.કેટલાક વખતથી લોકપ્રિય બનતાં જતાં જશોદાબહેનને અગાઉ ફક્ત ગુજરાતનાં જુદાં-જુદાં પ્રાંતોમાંથી અને હિન્દીભાષી રાજ્યોમાંથી પત્રો આવતા હતા, પરંતુ હવે આંધ્ર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગ તથા અન્ય રાજ્યોમાંથી પણ પત્રો મળે છે. લગભગ દરેક પત્રમાં તેમના ત્યાગ, બલિદાન અને લોકો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે આદર્શરૂપ બનવા બદલ તેમના પ્રત્યે માનની લાગણી દર્શાવવામાં આવે છે. ઘણા પત્રોમાં તેમને ઘરે આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.

સરનામામાં માત્ર પરમ આદરણીય, પૂજ્ય જશોદાબહેન, નરેન્દ્ર મોદી કી પત્ની, ઊંઝા, ગુજરાત એટલું જ લખીને એક અજાણ્યા પ્રશંસકે લખેલો પત્ર બીજે ક્યાંય નહીં, પણ સીધો જશોદાબહેન પાસે જ પહોંચ્યો હતો. જાલંધરના અનિલ ચોપડાએ પત્રમાં લખ્યું છે કે ‘લોકો નરેન્દ્ર મોદીજી કરતાં વધારે માન જશોદાબહેનને આપે છે. ભારતની કરોડો દીકરીઓએ તમારી પાસેથી ઘણું શીખવાનું છે.’જશોદાબહેનના ભત્રીજા એટલે કે ભાઈ અશોક મોદીના દીકરા રાકેશે છેલ્લા કેટલાક મહિનામાં આવેલા તેમના ઘણા પત્રો સાચવી રાખ્યા છે. રાકેશ કહે છે કે ‘વડોદરાથી લોકસભાની પેટાચૂંટણીનું ઉમેદવારીપત્ર ભરતી વખતે નરેન્દ્ર મોદીએ પત્ની જશોદાબહેનનો ઉલ્લેખ કર્યો ત્યારથી તેમની લોકપ્રિયતા વધવા માંડી છે. દરરોજ તેમને નામે પત્રો આવે છે. લોકો ઘરે આવવાનું આમંત્રણ આપવા ઉપરાંત પત્રમાં પાર્ટી-ફંક્શન્સમાં આવવા માટેનું આમંત્રણ આપે છે. તેમનાં સગાંવહાલાંઓ પણ હવે અમારા ઘરે કેમ નથી આવતાં એવી ફરિયાદો કરવા માંડ્યાં છે. મોટા ભાગના પત્રો લાગણીશીલ હોય છે. જશોદાબહેન લગભગ કોઈ પત્રના જવાબ આપતાં નથી.’

મોદીજીએ તમને રાજકારણમાં સાથે રાખ્યાં હોત તો...

રાકેશ કહે છે કે ‘પત્રોમાં લોકો અવનવા સંદેશ આપે છે. એક પત્રમાં લખ્યું હતું કે મોદીજીએ જો તમને રાજકારણમાં સાથે રાખ્યાં હોત તો તમે ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ જેટલાં જ સફળ અને સક્ષમ લીડર પુરવાર થયાં હોત, પરંતુ ભગવાનની ઇચ્છા કંઈક જુદી જ હતી. એ પત્રની શરૂઆતમાં ‘માનવતા કી સેવા મેં’ લખ્યું છે. કેટલાંક ધાર્મિક સંગઠનો તેમને પત્ર લખીને ત્યાગ અને બલિદાનનાં આદર્શ પ્રતીક તરીકે બિરદાવે  છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK