Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી ને રેખા છે ઇન્ડિયાનાં હૉટેસ્ટ વેજિટેરિયન સેલિબ્રિટીઝ

નરેન્દ્ર મોદી ને રેખા છે ઇન્ડિયાનાં હૉટેસ્ટ વેજિટેરિયન સેલિબ્રિટીઝ

30 December, 2014 06:01 AM IST |

નરેન્દ્ર મોદી ને રેખા છે ઇન્ડિયાનાં હૉટેસ્ટ વેજિટેરિયન સેલિબ્રિટીઝ

નરેન્દ્ર મોદી ને રેખા છે ઇન્ડિયાનાં હૉટેસ્ટ વેજિટેરિયન સેલિબ્રિટીઝ



modi rekha



આ પહેલાં આ સ્પર્ધામાં કંગના રનોટ, શાહિદ કપૂર, અમિતાભ બચ્ચન, આર. માધવન, જૅકલિન ફર્નાન્ડિસ અને હેમા માલિની સહિતનાં સેલિબ્રિટી સ્ટાર્સ હતાં; પરંતુ એના માટે થયેલા મતદાનમાં હજારો લોકોએ મોદી અને રેખાને ચૂંટી કાઢ્યાં હતાં.

રેખાએ કહ્યું હતું કે ‘મારી જિંદગીનાં મોટા ભાગનાં વર્ષોમાં હું વેજિટેરિયન જ રહી છું અને તમે જેવી રીતે જીવન જીવવા ઇચ્છો છો એમાં શાકાહાર મદદરૂપ થાય છે એનો પ્રચાર કરીશ.’

નરેન્દ્ર મોદી પણ ફિટ રહેવા માટે યોગ કરે છે અને હંમેશાં સાદું ભોજન કરે છે. ઇન્ટરનૅશનલ ડેલિગેટ્સ સાથે પણ તેઓ હંમેશાં શાકાહારી ભોજનનો જ આગ્રહ રાખે છે.

પીટાનાં ભારત ખાતેનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પૂર્વા જોશીપુરાએ કહ્યું હતું કે ‘ઍક્ટ્રેસ રેખા અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ હંમેશાં માંસાહાર કરતાં શાકાહારને પ્રાધાન્ય આપવા લોકોને પ્રોત્સાહિત કર્યા છે. આ બન્ને વિનર્સે સાબિત કર્યું છે કે કરુણા અને પ્રેમથી વધુ હૉટ કંઈ જ નથી અને હંમેશાં ભોજન કરવા બેસે ત્યારે તેમણે આ બતાવી પણ આપ્યું છે.’





Whatsapp-channel Whatsapp-channel

30 December, 2014 06:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK