Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વિરુદ્ધ પીએમ મોદીનું 'જન આંદોલન', કહ્યું, જ્યાં સુધી દવા નહીં...

કોરોના વિરુદ્ધ પીએમ મોદીનું 'જન આંદોલન', કહ્યું, જ્યાં સુધી દવા નહીં...

08 October, 2020 11:45 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

કોરોના વિરુદ્ધ પીએમ મોદીનું 'જન આંદોલન', કહ્યું, જ્યાં સુધી દવા નહીં...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આગામી તહેવારો (Festivals), શિયાળાની ઋતુ (Winter) અને અર્થવ્યવસ્થા (Economic Condition)ને ધ્યાનમાં રાખીને ગુરુવારે કોવિડ-19 સામે લડવા માટે લોકોના સમુચિત વ્યવહાર વિશે ટ્વિટર (Twitter) પર એક 'જન આંદોલન (Jan Andolan)'ની શરૂઆત કરી છે.

તેમણે વિગતવાર ટ્વીટ કરીને લોકોને આગ્રહ કર્યો છે કે જ્યાં સુધી કોરોના વાયરસને અટકાવવા માટે કોઇ રસી નથી બની જતી, ત્યાં સુધી તેમણે દરેક સાવચેતી રાખવાની છે અને સહેજ પણ ઢીલ કરવાની નથી. તેમણે કહ્યું, કોરોના વાયરસથી બચવું. હાથ વારં-વાર ધોવા. યોગ્ય માસ્ક પહેરો, બે ફૂટનું અંતર જાળવી રાખો. જ્યાં સુધી દવા નથી, કોઇ ઢીલ નહીં.



વડાપ્રધાને કોરોના વાયરસથી બચાવ સંબંધી સંદેશાઓ સાથે તસવીરો પણ શૅર કરી છે. આમાં તેમણે પોતે ગલપટ્ટો પહેર્યો છે અને હાથ જોડીને લોકોને બચાવ માટે આગ્રહ કરી રહ્યા છે. અભિયાનને ધારદાર બનાવવા માટે તેમણે 'યુનાઇટેડ ટુ ફાઇટ કોરોના' હૅશટૅગનો ઉપયોગ પણ કર્યો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે બધાં મળીને કોરોના વાયરસ વિરુદ્ધ સફળતા મેળવશું અને આ લડાઇ જીતશું. તેમણે કહ્યું કે કોવિડ-10 વિરુદ્ધ ભારતની લડાઇ લોકો દ્વારા લડવામાં આવી રહી છે જે કોરોના યોદ્ધાઓને મજબૂતી મળી છે.

તેમણે કહ્યું, "આપણા સામુહિક પ્રયત્નોથી અનેક જીવન બચાવવામાં મદદ મળી છે. આપણે આ ગતિ જાળવી રાખવાની છે અને આ વાયરસથી નાગરિકોની રક્ષા કરવાની છે." જણાવવાનું કે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે બુધવારે જાહેરાત કરી હતી કે વડાપ્રધાન મોદી કોવિડ-19 સામે લડવા માટે સમુચિત વ્યવહાર અંગે ગુરુવારે ટ્વિટર પર 'જન આંદોલન' અભિયાન શરૂ કરશે.


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કોરોનાથી બચવા માટેનો એકમાત્ર હથિયાર માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું અને સતત હાથ ધોતાં રહેવું. તેમણે કહ્યું કે આ સિદ્ધાંતનું પાલન કરતા સાર્વજનિક સ્થળોએ આ ઉપાયો વિશે જાગૃકતા વધારવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે બુધવારે રાત સુધી જાહેર આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 68 લાખ પાર પહોંચી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 11:45 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK