વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં 'અટલ ટનલ'નું ઉદ્ધાટન કર્યું

Published: 3rd October, 2020 12:29 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

પીરપંજાલ પહાડીને તોડીને 3200 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે

તસવીર સૌજન્ય: એએનઆઈ
તસવીર સૌજન્ય: એએનઆઈ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની મનાતી 9.02 કિલોમીટર લાંબી 'અટલ ટનલ' રોહતાંગનું લોકર્પણ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ વિસ્તારમાં મનાલી લેહ માર્ગેને જોડતી આ ટનલના ઉદ્ધાટન પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર (Jai Ram Thakur) અને સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પીરપંજાલ પહાડીને તોડીને 3200 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે. જે દુનિયાની સૌથી ઊંચાઇ પર એટલે કે, 10,040 ફૂટ પર હાઇવે પર બનેલી લાંબી ટર્નલ છે. ટર્નલની શરૂઆતથી સેના આ માર્ગને ચીનથી જોડાયેલી લદાખ અને પાકિસ્તાનથી જોડાયેલી કારિગલ બોર્ડર સુધી ઝડપ અને સરળતાથી પહોંચવા માટે મહત્વપૂર્ણ માને છે. સાથે જ મનાલી અને લેહની વચ્ચે દૂરી આ ટર્નલથી 46 કિમી ટૂંકી થઇ ગઇ છે. માત્ર દોઢ કલાકમાં તમને મનાલીથી કેલાંગ પહોંચી શકો છો.

pmmod ataltunel inaguration

ઉદ્ઘાટન પ્રસંગે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'આજે માત્ર અટલજીનું જ સપનું પૂરું નથી થયું, પણ હિમાચલ પ્રદેશના કરોડો લોકોનું પણ દાયકા જૂની રાહ જોવાનું સમાપ્ત થયું છે. મારું સૌભાગ્ય છે કે મને આજે 'અટલ ટનલ'ના લોકાર્પણની તક મળી. ખાલી છ વર્ષમાં અમે 26 વર્ષનું કામ પુરું કર્યું છે. દેશના વિકાસનો કનેક્ટીવિટીથી દેશનો સીધો સંબંધ છે. આ ટનલ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની હોવા છતાં તેનું કામ મોડું અને ખૂબ જ ધીમી ગતિએ કરવામાં આવ્યું હતું. અને પ્રોજેક્ટને વર્ષો સુધી નજર અંદાજ કરવામાં આવ્યો હતો.'

રાજનાથજીએ જણાવ્યું હતું કે, 'હું અહીં સંગઠનનું કામ જોતો હતો. પહાડો-વાદીઓમાં ઘણો સારો સમય પસાર કર્યો હતો. જ્યારે અટલજી મનાલીમાં આવીને રહેતા હતા ત્યારે તેમની સાથે ગપ્પા મારતો હતો. હું અને ધૂમલજી જેને લઈને અટલજી સાથે જે વાત કરી રહ્યા હતા એ આજે શક્ય બન્યું છે.'

નિષ્ણાતોનું કહેવું છે કે, 'જે ઝડપે 2014થી અટલ ટનલનું કામ થઈ રહ્યું હતું, જો એ જ ઝડપે કામ ચાલતું હોત તો આ સુરંગ વર્ષ 2040માં પુરી થઈ શકતી. તમારી જે ઉંમર છે, તેમાં 20 વર્ષ વધુ જોડી લો, ત્યારે જઈને લોકોના જીવનમાં આ દિવસ આવતો, તેમનું સપનું પુરુ થાત.'

Atal Tunel

લગભગ 10,040 ફૂટની ઊંચાઈએ બનેલી આ દુનિયાની સૌથી લાંબી ટનલ છે, જેની લંબાઈ 9.2 કિમી છે, જેને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. હિમાલયના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે નીચે લેહ-મનાલી હાઈવે પર એને બનાવવામાં આવી છે. આનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી થઈ જશે અને ચાર કલાકની બચત થશે. જેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે રાખવામાં આવ્યું છે. 24 ડિસેમ્બર 2019ના રોજ આ ટનલનું નામ સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ ટનલ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ટનલની ખઅસિયતની વાત કરીએ તો, 2958 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલી ટનલમાં 14508 મેટ્રિક સ્ટીલ અને 2,37,596 મેટ્રિક સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 14 લાખ ઘનમીટર પહાડોનું ખોદકામ કરીને આ ટનલ બનાવવામાં આવી છે. દર 150 મીટરના અંતરે 4-Gની સુવિધા પણ ઉપલબ્ધ છે. 60 મીટર પર હાઇડ્રેંટ, દર 500 મીટર પર આપાતકાલિન નિકાસ, પ્રત્યેક 2.2 કિલોમીટર પર વાહન ઊભું રાખવાની સુવિધા અને દર 1 કિમીએ હવાની ગુણવત્તા ચેક કરતા મશીન અને દર 250 મીટર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

Atal Tunel

તમને જણાવી દઈએ કે, 'અટલ ટનલ' પહેલાં આ રેકોર્ડ ચીનના તિબેટમાં બનેલી સુરંગના નામે હતો. આ લ્હાસા અને ન્યિંગ્ચી વચ્ચે 400 કિમી લાંબા હાઈવે પર બનેલી છે. જેની લંબાઈ 5.7 કિમી છે. જેને મિલા માઉન્ટેઇન પર બનાવાઈ છે. જેની ઊંચાઈ 4,750 મીટર એટલે કે 15,583 ફૂટ છે. જેને બનાવવામાં 38,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. જે 2019માં શરૂ થઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK