નેતાજીની જયંતી પર ભેટ : પીએમ મોદીએ કર્યું બોઝ મ્યૂઝિયમનું ઉદ્ઘાટન

Published: Jan 23, 2019, 12:15 IST

નેતાજીના આ મ્યૂઝિયમમાં નેતાજીએ વાપરેલી લાકડાની ખુરશી અને તલવાર સિવાય INA સંબંધિત મેડલ, બૅચ, યુનિફોર્મ અને એવી અન્ય વસ્તુઓ પણ સામેલ છે.

બોઝ મ્યૂઝિયમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન
બોઝ મ્યૂઝિયમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લાલ કિલ્લામાં આવેલ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મ્યૂઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય તેમણે જલિયાનવાલા બાગ પર આધારિત યાદ-એ-જલિયા નામે લાલ કિલ્લામાં આવેલ મ્યૂઝિયમની પણ મુલાકાત લીધી.

આ સંગ્રહાલયમાં સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ સેનાથી જોડાયેલી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી. મ્યૂઝિયમના ઉદ્ઘાટનના અવસર પર વડાપ્રધાન મોદી સાથે સુભાષ ચંદ્રના પૌત્ર ચંદ્ર બોઝ પણ હાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે નેતાજીના આ મ્યૂઝિયમમાં નેતાજીએ વાપરેલી લાકડાની ખુરશી અને તલવાર સિવાય INA સંબંધિત મેડલ, બૅચ, યુનિફોર્મ અને એવી અન્ય વસ્તુઓ પણ સામેલ છે. હકીકતે INA વિરુદ્ધ જે મુકદમો દાખલ કરાયો હતો, તેની સુનાવણી લાલ કિલ્લામાં થઈ હતી. એ જ કારણ છે કે અહીં સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.

મ્યૂઝિયમમાં લોકોને અવો અનુભવ થશે કે તે નેતાજીની નજીક છે. સંગ્રહાલયમાં આવનાર લોકોને સારો અનુભવ આપવા માટે તેને ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેમાં ફોટો, પેન્ટિંગ, અખબારની ક્લિપિંગ, પ્રાચીન રેકૉર્ડ, ઑડિયો-વીડિયો ક્લિપ, એનિમેશન તેમ જ મલ્ટીમીડિયાની સુવિધા મળશે. જણાવીએ કે થોડાંક સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદ હિંદ સેના દ્વારા અંડમાન નિકોબારમાં લહેરાયેલા તિરંગાને 75 વર્ષ પૂરા થવા પર મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : સરદાર પટેલને ભુલાવીને કૉન્ગ્રેસે કુટુંબવાદ ચલાવ્યો : નરેન્દ્ર મોદી

નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. કટકમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેમણે રેવેનશા કૉલિજિયેટ સ્કૂલમાં દાખલો કરાવ્યો. તેના પછી તેમણે કોલકાતા યુનિવર્સિટીથી ભણતર પૂરું કર્યું. 1919માં બીએની પરીક્ષા તેમણે ફર્સ્ટ ક્લાસથી પાસ કર્યું અને વિશ્વવિદ્યાલયામં તેમને દ્વિતીય સ્થાન મળ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK