વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, અપાશે આ ખાસ ભેટ

Published: Aug 04, 2020, 18:57 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

પીએમ મોદી પોતાના અયોધ્યા પ્રવાસે લગભગ 3 કલાક સુધી રહેશે, જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચનાનો કાર્યક્રમ પણ સામેલ છે.

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) બુધવારે રામ મંદિર(Ram Mandir) ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા(Ayodhya) પહોંચશે. રામ નગરી આ ઐતિહાસિક અવસરે તૈયાર છે, બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, સાથે જ કોરોના સંકટને કારણે ગાઈડલાઇન્સનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પોતાના અયોધ્યા પ્રવાસે લગભગ 3 કલાક સુધી રહેશે, જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચનાનો કાર્યક્રમ પણ સામેલ છે.

અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

5 ઑગસ્ટ સવારે લગભગ 9.35 દિલ્હીથી નીકળશે.

10.35 વાગ્યે લખનઉ એરપૉર્ટ પર લેન્ડિંગ

10.40 વાગ્યે હેલિકૉપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન

11.30 વાગ્યે અયોધ્યાના સાકેત કૉલેજના હેલીપેડ પર લેન્ડિંગ

11.40 વાગ્યે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી દર્શન-પૂજન

12 વાગ્યે રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ

10 મિનિટ રામલલા વિરાજમાનના દર્શન-પૂજન

12.15 વાગ્યે રામલલા પરિસરમાં પારિજાતનું રોપણ

12.30 વાગ્યે ભૂમિપૂજન કાર્યક્રમનો શુભારંભ

12.40 વાગ્યે રામ મંદિરની આધારશિલાની સ્થાપના

02.05 વાગ્યે સાકેત કૉલેજના હેલીપેડ માટે પ્રસ્થાન

02.20 વાગ્યે લખનઉ તરફ હેલિકૉપ્ટરનું પ્રયાણ

લખનઉથી દિલ્હી

નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ઘણી વાર જનસભાને સંબોધવા માટે અયોધ્યા આવ્યા છે, પણ રામલલાના દર્શન નથી કર્યા. હવે તેઓ જ્યારે આવી રહ્યા છે તો મંદિરનો પાયો મૂકવા માટે આવી રહ્યા છે. કોરોના સંકંટને કારણે આ કાર્યક્રમમાં કડક વલણ અપનાવવામાં આવશે, જેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન, માસ્ક પહેરવા અને સતત સેનિટાઇઝેશન થવાનું છે.

ભૂમિ પૂજનના કાર્યક્રમ દરમિયાન એક મંચ બનાવવામાં આવશે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદી પટેલ, યૂપી સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર ટ્રસ્ટના નૃત્યગોપાલ દાસ હાજર રહેશે. આ સિવાય કુલ 175 ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે, જે કાર્યક્રમમાં હાજર રહેશે. મંગળવારે જ અયોધ્યાની સીમા સીલ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટ પાસે આ ખાસ અવસરે દેશના અલગ-અલગ ભાગમાંથી, મંદિરો અને પવિત્ર સ્થાનોની માટી, નદીઓનું જળ પહોંચ્યું છે.

આવતી કાલે ભૂમિ પૂજન બાદ વડાપ્રધાનને આપવામાં આવશે આ ખાસ ભેટ
રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલીગઢમાં તૈયાર કરવામાં આવેલી અષ્ટધાતુની એક ખાસ રામમૂર્તિ ભેટમાં આપવામાં આવશે. નોંધનીય છે કે અયોધ્યામાં થનારા આ સમારોહમાં આમંત્રિત દરેક અતિથિને પ્રસાદ તરીકે ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવશે. આ ચાંદીના સિક્કની એકબાજુ રામ દરબારની તસવીર અને બીજી બાજુ ટ્રસ્ટનું પ્રતીક ચિહ્ન છે. સાથે જ અતિથિઓને 'લાડવાનો બૉક્સ અને રામ દરબારની તસવીરો પણ આપવામાં આવશે.

 • 1/13
  રામ મંદિરનો નક્શો બનાવનાર ચીફ આર્કિટેક્ટ સોમપુરાના દીકરા નિખિલ સોમપુરાએ જણાવ્યું કે મંદિર પાસે 70 એકર જમીન હશે. પણ, મંદિર3 એકરમાં જ બનશે. પણ 65 એકરની જમીન પર મંદિર પરિસરનો વિસ્તાર કરવામાં આવશે.

  રામ મંદિરનો નક્શો બનાવનાર ચીફ આર્કિટેક્ટ સોમપુરાના દીકરા નિખિલ સોમપુરાએ જણાવ્યું કે મંદિર પાસે 70 એકર જમીન હશે. પણ, મંદિર3 એકરમાં જ બનશે. પણ 65 એકરની જમીન પર મંદિર પરિસરનો વિસ્તાર કરવામાં આવશે.

 • 2/13
  એક અનુમાન પ્રમાણે, મંદિરમાં એક દિવસમાં એક લાખ રામ ભક્ત પહોંચી શકશે. આને ધ્યાનમાં રાખીને મંદિરના મૉડલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  એક અનુમાન પ્રમાણે, મંદિરમાં એક દિવસમાં એક લાખ રામ ભક્ત પહોંચી શકશે. આને ધ્યાનમાં રાખીને મંદિરના મૉડલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

 • 3/13
  પહેલા મંદિરમાં બે ગુંબજ બનવાના હતા. મૂળ મૉડલમાં પરિવર્તન કર્યા અને આને વધારીને પાંચ કરી દેવામાં આવ્યા. ગર્ભગૃહથી 200 ફૂટ નીચેની માટીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે જગ્યાની માટી મંદિરનો ભાર(વજન) સહન કરવામાં નબળી મળશે, તેના આધારે મંદિરનું પ્લેટફૉર્મ વધારવામાં આવશે.

 • 4/13
  મંદિરમાં સિંહદ્વાર, રંગ મંડપ, નૃત્ય મંડળ, પૂજા કક્ષ અને ગર્ભ ગૃહ ઉપર પાંચ ગુંબજ બનશે. શિલાપૂજન પછી મશીન લગાવીને પાયો ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. મંદિરમાં લગાડવામાં આવશે. આ મંદિર લગભગ 318 પિલર પર ઊભું હશે.

 • 5/13
  આખા મંદિરનું નિર્માણમાં લગભગ 1.75 લાખ ઘન ફૂટ પત્થરની જરૂરિયાત કહેવામાં આવી હતી. કારસેવકપુરમમાં મંદિર માટે લાવવામાં આવેલા પત્થર ઘડવામાં આવશે, જેમાંથી એક માળનું ભવન તૈયાર થઈ જશે. બાકી બે માળના ભવન માટે પત્થર ઘડવામાં આવશે. મંદિરના પાયામાં પ્લેટફૉર્મને તૈયાર કરવામાં ત્રણ-ચાર મહિના લાગી શકે છે.

 • 6/13
  આ નાગર શૈલીમાં બનેલું અષ્ટકોણીય મંદિર હશે. આમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. મુખ્ય મંદિરની આગળ-પાછળ સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર હશે.

  આ નાગર શૈલીમાં બનેલું અષ્ટકોણીય મંદિર હશે. આમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. મુખ્ય મંદિરની આગળ-પાછળ સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર હશે.

 • 7/13
  મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ ન્યાસ અને વિશ્વ હિન્દૂ પરિષદ તરફથી પત્થર મગાવવાનું અને ઘડવાનું કામ સપ્ટેમ્બર 1990માં શરૂ કરી દેવામાં આવ્યું હતું.

  મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ ન્યાસ અને વિશ્વ હિન્દૂ પરિષદ તરફથી પત્થર મગાવવાનું અને ઘડવાનું કામ સપ્ટેમ્બર 1990માં શરૂ કરી દેવામાં આવ્યું હતું.

 • 8/13
  70 એકર જમીનમાંથી ત્રણ એકરમાં મંદિર અને કૉરિડોર બનશે. આ સિવાય 67 એકર ભૂમિ મ્યૂઝિયમ, માતા સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશના મંદિર બનશે.

  70 એકર જમીનમાંથી ત્રણ એકરમાં મંદિર અને કૉરિડોર બનશે. આ સિવાય 67 એકર ભૂમિ મ્યૂઝિયમ, માતા સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશના મંદિર બનશે.

 • 9/13
  મંદિરના શિખરની ઉંચાઇ વધારીને 161 ફૂટ કરી દેવામાં આવી. રામ મંદિરની ઉંચાઇમાં 33 ફૂટનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ કારણે વધુ એક માળ પણ બનાવવામાં આવશે. મંદિરના જૂના મૉડલ પ્રમાણે મંદિરની લંબાઇ 268 ફૂટ 5 ઇંચ હતી જે વધારીને 280-300 ફૂટ કરવામાં આવી શકે છે.

 • 10/13
  મંદિરના શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા પ્રમાણે મંદિર બનવામાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે એ પણ કહ્યું કે આ ખર્ચ વધી શકે છે. નિર્માણની સમયસીમા નક્કી કરવામાં આવે તો વધારે સંસાધનોની જરૂર પડશે અને બજેટ પણ વધી શકે છે.

 • 11/13
  5 ઑગસ્ટના પાયાની ઇંટ રાખ્યા બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે.

  5 ઑગસ્ટના પાયાની ઇંટ રાખ્યા બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે.

 • 12/13
  કહેવામાં આવી રહ્યું છે કે સાડાત્રણ વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થશે.

  કહેવામાં આવી રહ્યું છે કે સાડાત્રણ વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થશે.

 • 13/13
  શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રએ આ તસવીરો ટ્વિટર પર શૅર કરી છે સાથે જ મંગળવારે સવારે શ્રી રામાર્ચા પૂજન અનુષ્ઠાનનો પ્રારંભ થયો તેની તસવીર પણ શૅર કરી છે.

  શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રએ આ તસવીરો ટ્વિટર પર શૅર કરી છે સાથે જ મંગળવારે સવારે શ્રી રામાર્ચા પૂજન અનુષ્ઠાનનો પ્રારંભ થયો તેની તસવીર પણ શૅર કરી છે.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK