Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મન કી બાતમાં આજે PM મોદીએ કર્યો આયુર્વેદ અને યોગનો ઉલ્લેખ

મન કી બાતમાં આજે PM મોદીએ કર્યો આયુર્વેદ અને યોગનો ઉલ્લેખ

31 May, 2020 12:20 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મન કી બાતમાં આજે PM મોદીએ કર્યો આયુર્વેદ અને યોગનો ઉલ્લેખ

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)


કોરોના વાયરસના આ સમયમાં ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી છે અને કોરોનાની વેક્સિન માટે વિશ્વની નજર ભારત પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ વાત પણ કરી. વડાપ્રધાને એ પણ કહ્યું કે કોરોના સામેની લડાઇમાં આયુર્વેદ મહત્વનું ભાગ ભજવે છે અને વિશ્વ પણ આ માને છે.

બે ફૂટનું અંતર, ચહેરા પર માસ્ક અને હાથ ધોવા જેવી સાવચેતીઓનું પાલન જરૂરી છે. કોરોનાથી આજે પણ એટલું જ જોખમ છે.



5 જૂને પર્યાવરણ દિવસ છે. આ વર્ષની થીમ જૈવ-વિવિધતા છે. કેટલાય એવા પક્ષીઓ છે જે લુપ્ત થઈ ગયા હતા, લૉકડાઉનમાં તે પાછાં આવ્યા છે. કેટલાય પ્રાણીઓ રસ્તા પર ફરતાં દેખાય છે. ઘરમાંથી જ પહાડના દ્રશ્યો દેખાય છે. કેટલાય લોકોને પ્રકૃતિ માટે પણ કંઇક કરવાનું મન થયું હશે.


મોદીએ અમ્ફાન અને તીડના હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે નાનકડું જીવ પણ કેટલું નુકસાન કરી શકે છે.

આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડથી વધારે થઈ ગઈ છે. એટલે કે નૉર્વે, સિંગાપુર, જેવા દેશોએ તેમની જનસંખ્યા કરતાં બમણાં લોકોની મફત સારવાર કરી છે. આયુષ્માન યોજનાને કારણે ગરીબોની સારવાર પર ખર્ચ થતી રકમ બચી છે.


આયુષ મંત્રાલયે માય લાઇફ, માય યોગ કૉમ્પિટિશન શરૂ કરી છે. એક ત્રણ મિનિટનો વીડિયો પોસ્ટ કરવાનો છે. યોગના આસન કરતા બતાવવાનું છે. યોગથી જીવનમાં કેટલા પરિવર્તન આવ્યા તે પણ કહેવાનું છે.

કોરોનાના સમયમાં વિશ્વના અનેક નેતાઓ સાથે વાતચીત થઈ. હાલ તેમનું ધ્યાન યોગ અને આયુર્વેદમાં છે. તે જાણવા માગે છે કે આથી કોરોનામાં શું મદદ મળી શકે છે. કોરોના સંકટ દરમિયાન હૉલીવુડથી હરિદ્વાર સુધીના લોકોનું ધ્યાન યોગ પર છે. કેટલાય લોકો જેમણે ક્યારેય યોગ નથી કર્યા તે યોગ શીખી રહ્યા છે. યોગ કોમ્યૂનિટી, યુનિટી, ઇમ્યૂનિટી બધા માટે સારું છે.

દેશના પૂર્વ ભાગમાં ગ્રોથ એન્જિન બનવાની ક્ષમતા. આનું વિકાસ કરવાનું છે. પૂર્વ ભારતના વિકાસને અમે પ્રાથમિકતા આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બધું થયું, પ્રવાસી મજૂરોને જોતાં નવા પગલા લેવા જરૂરી છે. તે શરૂ કર્યું છે. માઇગ્રેશન કમિશન જળવાઈ રહે. સ્ટાર્ટઅપ તેના પર કામ કરે છે.

શ્રમિક, મજૂરો સૌથી વધારે હેરાન થયા છે. બધાં તેમની મુશ્કેલીઓનો અનુભવ કરી શકે છે. રેલવેના લોકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. તે પણ અગ્રિમ પંક્તિમાં ઊભેલા કોરોના વૉરિયર જ છે. લાખો લોકોને તેમના ઘર સુધી પહોંચાડવું ઘણી મોટી વાત છે.

કોરોમા વિરુદ્ધ લડાઇનો પથ ઘણો લાંબો છે. અત્યાર સુધી કોઇ મક્કમ સારવાર નથી કે તેનો કોઈની પાસે અનુભવ પણ નથી. નવા પડકારો, નવી મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે. ભારત પણ આ બધાંથી વિભિન્ન નથી.

તામિલનાડુના કે સી મોહન મદુરૈમાં સલૂન ચલાવે છે. તેમણે દીકરીના ભણતર માટે પાંચ લાખ રૂપિયા બચાવ્યા હતા. હવે બધી મૂડી તેમણે જરૂરિયાતમંદો પર ખર્ચ કરી દીધી. અગરતલાના ગૌતમ દાસજી પોતાની જમાપૂંજીથી લોકોના દાળ-ભાત ખવડાવે છે. પઠાણકોટના દિવ્યાંગ રાજૂ અત્યાર સુધી 3 હજારથી વધારે માસ્ક બનાવડાવીને વહેચી ચૂક્યા છે. તેમણે 100 પરિવારો માટે ખાવાનું રાશન એકઠું કર્યું છે.

ભારતની જનસંખ્યા અન્ય દેશો કરતાં ઘણી વધારે છે. તેમ છતાં ભારતમાં કોરોનાનું સંક્રમણ તેટલું નથી ફેલાયું જેટલું અન્ય દેશોમાં ફેલાયું છે.

કોરોના વાયરસ લૉકડાઉન હવે ઘણી હદે ખુલી ગયું છે. સ્પેશિયલ ટ્રેનો શરૂ થઈ ગઈ છે. શ્રમિક ટ્રેનો દોડી રહી છે.

કોરોના વાયરસ લૉકડાઉનમાં પીએમ મોદીની આ ત્રીજી મન કી બાત છે. મોદી સરકાર બન્યા બાગ અત્યાર સુધી 64 વાર મન કી બાત કાર્યક્રમ કરી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 12:20 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK