કોરોના સંકટમાં એકતાથી કર્યું કામ, હવે વેક્સીન પર અફવા ન ફેલાય- મોદી

Updated: 11th January, 2021 18:36 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ડીસીજીએ બે રસીને પરવાનગી આપી છે. એક ઑક્સફૉર્ડ એસ્ટ્રેઝેનેકાની રસી, જેને ભારતમાં કોવિશીલ્ડના નામે ઓળખવામાં આવે છે. બીજી ભારત બાયોટેકની કોવાક્સિન. દેશમાં અત્યાર સુધી અનેક પ્રકારના ડ્રાઇ રન થઈ ગયા છે.

તસવીર સૌજન્ય એએનઆઇ
તસવીર સૌજન્ય એએનઆઇ

દેશમાં 16 જાન્યુઆરીથી થનારા રસીકરણ પહેલા સોમવારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા વેક્સીનના ઇમરજન્સી ઉપયોગના અપ્રૂવલ પછી પીએમ મોદી અને સીએમ વચ્ચે પહેલી વાતચીત હતી. વર્ચ્યુઅલ માધ્યમે થયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો. બેઠક પછી પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટના સમયે બધા રાજ્યોએ એકસાથે મળીને કામ કર્યું છે. જણાવવાનું કે ડીસીજીએ બે રસીને પરવાનગી આપી છે. એક ઑક્સફૉર્ડ એસ્ટ્રેઝેનેકાની રસી, જેને ભારતમાં કોવિશીલ્ડના નામે ઓળખવામાં આવે છે. બીજી ભારત બાયોટેકની કોવાક્સિન. દેશમાં અત્યાર સુધી અનેક પ્રકારના ડ્રાઇ રન થઈ ગયા છે.

PM મોદીએ કહ્યું કે અમે ભારતના લગભગ દરેક જિલ્લામાં ડ્રાઇ-રન પૂરાં કર્યા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. અમે જૂના અનુભવો સાથે નવા એસઓપી જોડવાના છીએ.

બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું, "મને સંતોષ છે કે કોરોનાના આ સંકટ કાળમાં આપણે બધાંએ સાથે મળીને કામ કર્યું. જે શીખ લાલ બહાદૂર શાસ્ત્રીજીએ આપી હતી, તેના પર ચાલવાનો આપણે બધાંએ પ્રયત્ન કર્યો." મોદીએ કહ્યું કે આપણે બધાંએ એ નક્કી કરવાનું છે કે વેક્સીન પર કોઇપણ પ્રકારની અફવા ન ફેલાય.

છત્તીસગઢના મુખ્યમંત્રી પીએમ મોદી સાથે રસીકરણ પર થનારી બેઠકમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થયા.

વેક્સીનેશન માટે જરૂરી લૉજિસ્ટિક્સની તૈયારી શરૂ થઈ ગઈ છે. બધાં રાજ્યોમાં ડ્રાઇ રન તરીકે કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ પણ થઈ ગયો છે. શુક્રવારે યૂપી અને હરિયાણા સિવાય દેશના બધા 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વેક્સીનેશનનો બીજો દેશવ્યાપી ડ્રાઇ રન ચાલ્યું. આ ડ્રાઇ રન કુલ 736 જિલ્લામાં ત્રણ સત્રોમાં ચાલી રહ્યું છે. યૂપી અને હરિયાણા પહેલા જ આ ડ્રાઇ રન કરી ચૂક્યા છે.

સરકારી નિવેદન પ્રમાણે, સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી તહેવારો લોહરી, મકર સંક્રાન્તિ, પોંગલ અને માઘ બિહુ વગેરેને ધ્યાનમાં રાખીને કોવિડ-19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021થી શરૂ થશે. આ પ્રમાણે, સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ અગ્રિમ મોરચે કાર્યરત કર્મચારીઓ પછી 50 વર્ષથી વધારેની વયના લોકો અને 50 વર્ષતી ઓછી ઉંમરના તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમને પહેલાથી અન્ય બીમારીઓ છે. જેમની સંખ્યા લગભગ 27 કરોડ છે. સરકારે કહ્યું, "રાષ્ટ્રીય નિયામકે બે રસી (કોવિશીલ્ડ અને કોવાક્સિન)ને આપાતકાલીન ઉપયોગ સંબંધી પરવાનગી અથવા ઝડપી સ્વીકૃતિ આપી છે જે સુરક્ષા તેમજ રોગ પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરવામાં સક્ષમ મળી છે."

First Published: 11th January, 2021 17:13 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK