PM Modiએ કહ્યું, દેશમાં સાયન્સને લઈને યુવાનો અને વિદ્યાર્થીઓમાં એક નવી લહેર...

Published: Nov 05, 2019, 19:45 IST | Mumbai Desk

એક એવી ઇકોસિસ્ટમ જે પ્રભાવી પણ હોય અને પ્રેરક પણ હોય. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ ફેસ્ટિવલ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે 7 નવેમ્બરે સીવી રમન અને 30 નવેમ્બરે જગદીશ ચંદ્ર બોઝની જન્મજયંતી ઉજવવામાં આવશે. આ ફેસ્ટિવલની થીમ, RISEN: Research, Innovation and Science Empowering the Nation” નક્કી કરવા માટે આયોજકોને મારા તરફથી ઘણી બધી શુભેચ્છાઓ. આ થીમ 21મી સદીના ભારત પ્રમાણે છે અને તેમાં આપણાં ભવિષ્યનો સાર છે. ભારત ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું 5મું એડિશન એવા સ્થળે થઈ રહ્યું છે, જેણે જ્ઞાન-વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં માનવતાની સેવા કરનારી મહાન વિભૂતિઓને જન્મ આપ્યો છે. દેશમાં સાયન્સ અને ટેક્નોલોજીની ઇકોસિસ્ટમ ખૂબ જ મજબૂત હોવી જોઈએ. એક એવી ઇકોસિસ્ટમ જે પ્રભાવી પણ હોય અને પ્રેરક પણ હોય. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે મને ખુશી છે કે દેશમાં આજે Scientific Temper એક અલગ સ્તર પર છે. હું તમને તાજેતરનું એક ઉદાહરણ આપું છું. અમારા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 2 પર ખૂબ જ મબેનત કરી હતી અને આના કારણે ઘણી આશાઓ ઊભી થઈ હતી. બધું જ યોજના પ્રમાણે ન થયું, છતાં પણ આ મિશન સફળ રહ્યું. એવું લાગે છે કે સાયન્સને લઈને અમારા યુવાનો અને વિદ્યાર્થીઓના રસની એક નવી લહેર જન્મી છે. આ શક્તિને, આ ઉર્જાને 21મી સદીના Scientific Environmentમાં યોગ્ય દિશામાં લઈ જવું, યોગ્ય પ્લેટફોર્મ આપવું, આપણા બધાંની ફરજ છે. અમારે ત્યાં કહેવાયું છે-

તત્ રૂપં યત્ ગુણાઃ
તત્ વિજ્ઞાનં યત્ ધર્મઃ !!

એટલે કે તમારી વ્યક્તિત્વ પણ ત્યારે જ સાર્થક છે જ્યારે તમે ગુણવાન પણ હોવ છો. આ રીતે વિજ્ઞાન તે જ ઉપયોગી છે જે સમાજના હિતમાં હોય. આપણે વિચારવાનું એ છે કે જે સાયન્સનો ઉપયોગ કેવી રીતે લોકોના જીવનને સુગમ બનાવવા માટે કરી શકાય છે. તેથઈ સાયન્સ ફૉર સોસાઇટીનું ખૂબ જ મહત્વ છે.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

Long Term Benefit, Long Term Solutions વિશે વિચારવું
તેમણે કહ્યું કે જ્યારે બધાં વૈજ્ઞાનિકો, બધાં દેશવાસી આ વિચાર સાથે આગળ વધશે, તો દેશને પણ લાભ થશે. મારી તમને રિક્વેસ્ટ છે કે લૉન્ગ ટર્મ બેનિફિટ, લૉન્ગ ટર્મ સોલ્યુષન વિશે વિચારતાં આગળ વધીએ, અને આ બધાં જ પ્રયત્નો વચ્ચે તમને આંતરરાષ્ટ્રીય નિયમો, તેના માપદંડોનું હંમેશાં ધ્યાન રાખવું જોઇએ. આપણે બધાં સારી રીતે જાણીએ છીએ કે, વિજ્ઞાન, બે વસ્તુઓ વગર શક્ય જ નથી. આ બે વસ્તુઓ છે સમસ્યા અને સતત પ્રયોગ. સાયન્સમાં Failure નથી હોતા, ફક્ત Efforts હોય છે અને Experiments હોય છે, અને Success હોય છે. આ વાતોને ધ્યાનમાં રાખતાં આગળ વધીએ તો વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ તમને વાંધો ન આવે અને જીવનમાં પણ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK