સરકારની આ યોજના ગ્રામીણ ભારતની કાયાપલટ કરશે

Published: 11th October, 2020 16:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગ્રામીણ ભારતની કાયાપલટ કરવા અને લાખો ભારતીય નાગરિકોને સશક્ત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી છે.

આ યોજનાની શરૂઆત કર્યા પછી લગભગ એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ મોબાઈલ ફોન પર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે.

પંચાયતીરાજ મંત્રાલય હેઠળ શરૂ કરાયેલી આ યોજનાથી 6 રાજ્યોના 763 પંચાયતના એક લાખ લોકોને લાભ મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકની બે પંચાયત સામેલ છે.

જેમને કેન્દ્ર સરકારે સ્વામિત્વ કાર્ડ આપ્યું છે તેમની સાથે વડાપ્રધાન મોદીએ વાતચીત કરતા કહ્યું કે,હવે તમારી સંપત્તિ પર કોઈ ખરાબ નજર નહીં નાંખી શકે. આ દરમિયાન આ કાર્ડ મેળવનારા લોકોએ કહ્યું કે, સંપત્તિ કાર્ડ મળવાથી તેમને સામાજિક અને આર્થિક મજબૂતાઈ મળી છે. આ કાર્ડ દ્વારા તેમને બેન્કમાંથી સરળતાથી લોન મળવા લાગી છે, સાથે જ ગામમા તેની સંપત્તિનો ઝઘડો પણ ખતમ થઈ ગયો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે એક લાખ લોકોને કાર્ડ મળવાથી તે શક્તિશાળી અનુભવી રહ્યા છે. આ યોજનાથી ગામમાં રહેતા લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. આજે તમારી પાસે એક અધિકાર છે, એક કાયદાકીય દસ્તાવેજ છે તમારું ઘર તમારું જ છે અને તમારું જ રહેશે. આ યોજના આપણા દેશના ગામમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK