લોકસભાના પરિણામો પહેલા TIMEના કવર પેજ પર મોદી

Updated: May 10, 2019, 11:38 IST | નવી દિલ્હી

વડાપ્રધાન મોદીને ટાઈમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મળ્યું છે. મેગેઝીને વડાપ્રધાન મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' અને 'રિફૉર્મર' ગણાવ્યા છે.

ટાઈમના કવર પેજ પર મોદી
ટાઈમના કવર પેજ પર મોદી

લોકસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ PM મોદી ટાઈમના કવર પેજ પર આવ્યા છે. ટાઈમના લેખમાં 1984ના સિખ રમખાણો અને 2002ના ગુજરાતના રમખાણોનો પણ ઉલ્લેખ છે. ટાઈમ મેગેઝીને પોતાની નવી આવૃતિમાં પીએમ મોદીની કવર પેજ પર જગ્યા આપી છે. જેમાં તેમને દેશના ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા છે. આ સ્ટોરી છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારના કામકાજ પર છે. જેનું ટાઈટલ છે, “Can the World's Largest Democracy Endure Another Five Years of a Modi Government?”


વડાપ્રધાન મોદી ટાઈમ મેગેઝિનના 2014-15માં દુનિયાના  સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિમાં પણ સામે થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK