ડિંડોરીથી વડાપ્રધાન મોદીનો હુંકાર-'આ મોદી છે જે પાતાળમાંથી આતંકીઓને ગોતીને ખતમ કરશે'

Published: Apr 22, 2019, 12:42 IST | ડિંડોરી

વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં છે. જ્યાં ડિંડોરીમાં રેલીને સંબોધન કરતા તેમણે હુંકાર કર્યો.

તસવીર સૌજન્યઃ ANI
તસવીર સૌજન્યઃ ANI

લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. તમામ રાજનૈતિક પાર્ટીઓ જોર શોરથી પ્રચારમાં જોડાયેલી છે. એવામાં તમામ પાર્ટીઓ મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. ભાજપની તરફથી વડાપ્રધાન મોદીએ પ્રચારની જવાબદારી ઉઠાવી છે. આજે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના ડિંડોરી જિલ્લામાં ચૂંટણીની રેલીને સંબોધન કરી રહ્યા છે.

વડાપ્રધાનના ભાષણના અંશોઃ
-અમે દેશા દરેક ગરીબ પરિવાર માટે પ્રતિવર્ષ 5 લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ સુનિશ્ચિત કરી રહ્યા છે. બીજી તરફ દરેક 3 સંસદીય ક્ષેત્રો વચ્ચે એક મેડિકલ કૉલેજ અને ગામમાં દોઢ લાખથી વધુ આધુનિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવી રહ્યા છે.

-2014 પહેલા ભારતની સ્થિતિ શું હતી, વારંવાર દેશના અલગ-અલગ ખુણામાં બોંબ ધડાકા થતા હતા. ત્યારે ખુદને અનુભવી બતાવનાર કોંગ્રેસ અને એનસીપીની સરકાર માત્ર શોક સભા કરતી રહેતી હતી. અને દુનિયામાં પાકિસ્તાનના નામ પર રડતા રહેતા હતા.

-આ તમારા મતની તાકાત છે કે આજે ભારત પોતાની સામેના પડકારોનો સામનો કરી રહ્યું છે.

-વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે આતંકીઓને ખબર છે કે મોદી આતંકીઓને પાતાળમાંથી પણ શોધી કાઢશે.

-હવે કોઈ ભારત સામે આંખ ઉઠાવીને જોતા પહેલા પણ 100 વાર વિચારે છે.

આ પણ વાંચોઃ PM મોદી મત આપવા આવશે ગુજરાત, આ છે કાર્યક્રમ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK