Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃવડાપ્રધાન મોદીએ કર્યું ઉદઘાટન

વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃવડાપ્રધાન મોદીએ કર્યું ઉદઘાટન

18 January, 2019 10:02 AM IST | ગાંધીનગર

વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃવડાપ્રધાન મોદીએ કર્યું ઉદઘાટન

પીએમ મોદી કરશે ઉદઘાટન

પીએમ મોદી કરશે ઉદઘાટન


દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 9મી આવૃત્તિ આજથી શરૂ થઈ છે. 5 દેશના પ્રમુખોની હાજરીમાં વડાપ્રધાન મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કર્યું.

ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદી સાથે ટોચના 19 ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યયા. તો 15 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાઈબ્રન્ટ સમિટને સાથ આપી રહ્યા છે. આખી વાઈબ્રન્ટ સમિટ દરમિયાન 115 દેશના 36 હજારથી વધુ પ્રતિનિધિઓ અને જુદી જુદી 26 હજારથી વધુ કંપનીઓ પણ ભાગ લેશે તેવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે.



વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ


  • સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે.
  • બપોરે 1 થી 1.30 આરક્ષિત સમય રાખ્યો છે.
  • 1.30 થી બપોરે 2.30 લંચ લેશે.
  • અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠક કરશે.
  • સાંજે 5:30 થી 6:30 સુધી આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરશે.
  • સાંજે 6.40 થી 7.20 સુધી દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે.
  • 7.30 થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર લેશે.
  • 8.35 વાગ્યે દાંડી કુટિરથી રાજભવન રવાના થશે.
  • 8.45 રાત્રે રાજભવન પહોંચશે અને રાત્રિ રોકાણ કરશે.

આ પણ વાંચોઃ આ વર્ષથી જ શૈક્ષણિક સંસ્થાઓમાં મળશે અનામતનો લાભઃ વડાપ્રધાન મોદી


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2019 10:02 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK