Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમુક જ સેકેન્ડ્સમાં ડાઉનલોડ થઈ જશે ફિલ્મ, મોદીએ કર્યું OFCનું ઉદ્ઘાટન

અમુક જ સેકેન્ડ્સમાં ડાઉનલોડ થઈ જશે ફિલ્મ, મોદીએ કર્યું OFCનું ઉદ્ઘાટન

10 August, 2020 06:06 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

અમુક જ સેકેન્ડ્સમાં ડાઉનલોડ થઈ જશે ફિલ્મ, મોદીએ કર્યું OFCનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી


વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi)એ આજે સમુદ્રની અંદર ચેન્નઇથી પોર્ટ બ્લેયર સુધી પાથરવામાં આવેલા અંડર-સી કેબલ લિંકનું ઉદ્ધાટન કર્યું. આ ઑપ્ટિકલ ફાઇબર કેબલ(OFC) જોડ્યા બાદ હવે આંદામાન નિકોબાર(Andaman and Nicobar Island) ટાપૂ સમુહ પણ ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે જોડાઇ ગયા છે.

આ ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આંદામાનને જે સુવિધા મળી છે, તેનો ઘણો લાભ ત્યાં જનારા ટૂરિસ્ટ્સને પણ મળશે. બેહતર નેટ કનેક્ટિવિટી આજે કોઇપણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની સૌથી પહેલી પ્રાથમિકતા થઈ ગઈ છે.



24 મહિનાથી પણ ઓછા સમયમાં રેકૉર્ડ બનાવતા બીએસએનએલએ આ અંડર વૉટર કેબલ બેસાડવાનું કામ કર્યું છે. ઓએફસી કનેક્ટિવવિટીને કારણે આ દ્વીપ પર 4 જી મોબાઇલ સેવાઓને પણ ઝડપથી પ્રોત્સાહન મળશે. અંડર વૉટર કેબલ બાદ ટેલી-એજ્યુકેશન, ટેલી-હેલ્થ, ઇ-ગવર્નાન્સ સર્વિસેઝ અને પર્યટન જેવા ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન મળશે. જાણો કેવી રીતે બેસાડવામાં આવે છે આ કેબલ...


સમુદ્રમાં આ કેબલને બેસાડવા માટે એક ખાસ જહાજનો ઉપયોગ કરવામાં આવે છે. આ જહાજ પર એક કેબલ હોય છે અને એક ખેતરમાં વાપરવામાં આવતું હળ જેવું સાધન હોય જેની મદદથી આ તાર સમુદ્રતળે પાથરવામાં આવે છે. હળ જેવી આ મશીન કેબલવાળા જહાજ સાથે ચાલે છે અને આ સમુદ્રના તળિયે કેબલ લગાડવા માટે એક રીતે જમીન તૈયાર કરે છે. તો જહાજ ઉપર લાગેલી સ્ક્રીન દ્વારા તેને મોનિટર કરવામાં આવે છે.

કેબલને ફીટ કરતી વખતે જો બે કેબલને અંદરોઅંદર ક્રૉસ કરવા હોય તો તેની માટે એક આગવી ટેક્નિક હોય છે. જ્યાં આ કેબલ પૂરો થાય ત્યાંથી ઉપાડીને મશીન દ્વારા સી ફ્લોર પર લાવવામાં આવે છે. કેબલ સેટ થઈ ગયા પછી રિમોટથી ઑપરેટ થનારી અને પાણીની અંદર ચાલનારી નાની ગાડીને સમુદ્રની સપાટી પર લાવીને જોવામાં આવે છે કે કોઇક ભૂલ તો નથી થઈ ને. ત્યાર બાદ આ પ્રક્રિયા ત્યારે પૂરી થાય છે જ્યારે અંતિમ કેબલ શિપ દ્વારા ચેક કરવામાં આવે છે કે સમુદ્રના તળિયે કેબલ બરાબર ફીક્સ થયું છે કે નહીં, કારણકે તેની સપાટી પર ખાડા અને પહાડ પણ હોય છે. જો આ બાબતનો ખ્યાલ ન રાખવામાં આવ્યો હોય તો દબાણ વધતાં કેબલ તૂટી શકે છે જેને કારણે ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 06:06 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK